1981માં સંયુકત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ વિશ્વના દેશોમાં શાંતિ સ્થપાય હેતુથી વિશ્વશાંતિ દિવસ ઉજવવાનું નકકી કર્યું હતુ. દર વર્ષે અપાતી ઉજવણી થીમમા આ વર્ષે શાંતિ માટે ક્રિયાઓ: વૈશ્ર્વિક લક્ષ્યો માટે અમારી મહત્વાકાંક્ષા છે. વૈશ્ર્વિકસ્તરની શાંતિ એક મુશ્ક્ેલ કાર્ય છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં બધા દેશો પાસે સામુહિક વિનાશના શસ્ત્રો ઉપલબ્ધ છે. ત્યારે દેશો દેશો વચ્ચે શાંતિ સ્થપાાય તે મુજબ જરૂરી છે. આજનો દિવસ અહિંસા અને યુધ્ધ વિરામ દ્વારા શાંતીને મજબુત કરવા સમર્પિત કરેલ છે.
વિશ્વની શાંતિ ભંગ થાય તો તેની સીધી અસર તેની વસ્તીની માનસીકતા પર પડે છે, કારણ કે માનવ જ અશાંત હોય તોતે શુ ક રી શકે તે સીધી વાત છે. વૈશ્ર્વીકશાંતિમાં માનવીના જીવન પ્રેમ પૂર્ણ આનંદથી વિતે છે. શાંતિ સાથે ધીરજની પણ જરૂરીયાત છે. વિશ્વભરના લોકો માનવતા અપનાવી ભેદભાવ ભૂલીને એકબીજાની ક્ષમાકારી વિશે વિચારે એજ આજના સમયની માંગ છે. વિશ્વ શાંતિ માટે કોઈ અકે માર્ગ ન હોય શકે, નવી રચનાઓ, મજબુત આંતરરાષ્ટ્રીય કાનુન જરૂરી હોય છે. પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ જરૂરી છે. શસ્ત્રોના વેપારને નાબૂદ કરવો કે ઘટાડવો. આપણે ભાવી પેઢીને યુધ્ધ વિનાની દુનિયા આપવી છે.
વિશ્વ શાંતિ માટે કોઈએક માર્ગ ન હોય શકે, આ માટે વિશ્વનો વિશાળ સંશાધનોનું સમાન વિતરણ, રાષ્ટ્રોની અને દેશના જૂથોની એકબીજા પ્રત્યેની દુશ્મનાવટ દૂર કરવા: પરંપરાગત શસ્ત્રો, સામુહિક વિનાશના શસ્ત્રો અને જીવલેણ શસ્ત્રાગારની હાજરી નિયંત્રિત કરવી
જે દેશમાં શાંતિ છે, તે દેશો ખૂબજ સધ્ધર અને વિકાસશીલ બની ગયા છે,એની સામે દેશની અશાંતિ દેશને પછાત કરી દીધા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યમન, સુદાન જેવા દેશો આંતરીક વિગ્રહના લીધે પછાત બની ગયા છે. તો અમેરિકા, ચીન અને જાપાન જેવા શાંત દેશો ખૂબજ સધ્ધર બની ગયા છે. દેશના વિકાસ અને પ્રગતિમાં શાંતિ મહત્વની બાબત છે. લોકોની માનસીક સ્થિતિ સારી હોય તો તે વેપાર-ધંધો-ઉદ્યોગોમાં ધ્યાન આપી શકે અને પોતે સારૂ કમાઈ શકે. ટકાઉ વિકાસ માટે પણ લોકોની સુખાકારી મહત્વની બાબત છે. આજે પણ ઘણા દેશોમાં આંતર વિગ્રહને કારણે તેની પ્રજા હેરાન થઈ રહી છે. દરેક દેશનો વિકાસ તેની પ્રજાની સુખાકારી ઉપરથી નકકી થઈ શકે.
શાંતિનો અર્થ વિવિધ દેશો અને રાજયો વચ્ચે યુધ્ધની ગેરહાજરી કરતા પણ વધુ છે. સામાન્ય તકરાર પણ ઘણીવાર શાંતિ ડહોળી નાખે છે, દરેક વ્યકિતએ એક બીજા સાથે હળી મળીને રહે તે આ દિવસને પ્રોત્સાહન જ આપે છે. એમ ગણાય. 1982મા યુએન હેડ કવાર્ટરમાં શાંતિની ઘઠટડી વગાડીને આ દિવસની શરૂઆત કરી હતી. વૈશ્ર્વિક સ્તરે કરેલ શાંતિનો ઠરાવ બેદશકા બાદ 2011માં અહિંસા અને યુધ્ધ વિરામના ગાળા તરીકે નકકી કરતો હતો. જાતીવાદને સમાપ્ત કરો, સમાન અને ટકાઉ વિશ્વ માટે વધુ સારી પુન: પ્રાપ્ત થવું, શાંતિને એક સાથે સાકાર આપવો જેવા વિવિધ મુદાઓ ભૂતકાળમાં કાર્ય કરેલ છે. કોરોના કાળ દરમ્યાન એક બીજા દેશો મુશ્કેલીમાં સાથે આવતા વૈશ્ર્વિક મદદ અને શાંતિ બાબત વિશે કાર્ય થયું હતુ.
આ વર્ષની ઉજવણી થીમ: ‘શાંતિ માટે ક્રિયાઓ: વૈશ્ર્વિક લક્ષ્યો માટે અમારી મહત્વાકાંક્ષા’ છે 1982થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે
સંયુકત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને અહિંસા અને યુધ્ધ વિરામ દ્વારા શાંતિને મજબુત કરવા સમર્પિત કર્યો છે: વિકાસ અને પ્રગતિ શાંતિ વગર ન થઈ શકે: વિશ્વભરનાં દેશો વચ્ચે શાંતિ રહે તે આજના યુગની સૌથી મોટી જરૂરીયાત
શાંતિના પ્રતિક તરીકે સફેદ કબૂતરને ગણવામાં આવે છે. હાલના સમયમાં ઘણા પ્રાંતોમાં કે દેશો વચ્ચે નાની મોટી અથડામણ થતી જોવા મળે છે. ત્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે થયેલા યુધ્ધની યાદો તાજી છે. 24 કલાક યુધ્ધ વિરામ એજ વિશ્વ શાંતિનો સંકલ્પ હોવો જોઈએ. મહાત્મા ગાંધીજીનો શાંતિના પ્રખર હિમાયતી હતા તેમણે કહ્યું હતુ કે શાંતિનો કોઈ રસ્તા નથી, શાંતિએજ એક માર્ગ છે. વિશ્વમાં શાંતિના પ્રયાસો માટે વિશ્વશાંતિ એવોર્ડ પણ અપાય છે, જેમાં 1901 થી 2022 વચ્ચે નોબેલ શાંતિ પુરસ્કાર 140 લોકોને એનાયત કરવામાં આવેલા હતા.
યુધ્ધની વચ્ચે જઈને કામ કરતી રેડક્રોસને તેના કાર્યો અને શાંતિ નિર્માણ માટે 1917, 1944 અને 1963માં નોબલ પુરસ્કાર થયેલ હતો. આપણા ભારતમાં મધર ટેરેસાને 1979માં તો કૈલાશ સત્યાર્થીને 2014માં શાંતિ પુરસ્કાર મળ્યો હતો. મલાલા, ઈન્દિરા ગાંધી, નેલ્સન મંડેલા જેવાને પણ એવોર્ડ એનાયત કરાયો હતો. આજના દિવસે સમાન અને સ્થિર વિશ્વની પરિકલ્પના કે તેના કાર્યોમાં વિશ્વના તમામ દેશો સક્રિયતાથી જોડાય તે જરૂરી છે. આજે વિશ્વભરનાં મોટાભાગના દેશો શસ્ત્રો પાછળ અબજો રૂપીયા કર્ચે છે, જો આજ નાણાંનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરીને મજબૂત અર્થતંત્ર સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો લાવી શકાય છે.
આજનો દિવસ ‘યુધ્ધ વિરામ દિવસ’ તરીકે પણ જાણીતો થયો છે, કારણ કે આજે વિશ્વમાં કયાંય યુધ્ધ ચાલતું હોય તો પણ બંધ રખાય છે. દેશ શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરીને ભાવી પેઢીને એક શ્રેષ્ઠ દેશ આપવાનો છે. આપણે બે વિશ્વ યુધ્ધ સાથે પરમાણું બોંબની જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરની હાલત જોઈ છે. અહિંસા સૌથી મહત્વની બાબત છે. આજના યુગમાં કોઈ દેશોને યુધ્ધ પોશાય તેમ નથી છતાં તે શસ્ત્રોના ઢગલાઓ ખડકી રહ્યા છે. દેશો વચ્ચેની વાટાઘાટો દ્વારા પણ શ્રેષ્ઠ ઉકેલ લાવી શકાય છે.
અહિંસા… પરમો ધર્મ