ચટાકેદાર ટેસ્ટી ફૂડની સાથે મનોરંજન પીરસતુ સૌથી રસપ્રદ સ્થળ એટલે વેજ બટાલીયન ફૂડ પાર્ક: અહીં ૯૦૦ લોકોની સીટીંગ વ્યવસ્થા: સમયાંતરે નવીનતમ ઈવેન્ટો યોજીને ગ્રાહકોને ભરપુર મનોરંજન પુરુ પાડવામાં આવે છે
રંગીલા રાજકોટીયનો સ્વાદના શોખીન તો છે જે પણ સાથો સાથ મનોરંજન પ્રિય પણ છે ત્યારે સ્વાદિષ્ટ ફુડ અને મનોરંજન આ બંને જોઈતું હોય તો શ્રેષ્ઠ સ્થળ છે. કાલાવડ રોડ ઉપર જીનીયસ સ્કુલની પાસે વેજ બટાલીયન ફુડ પાર્ક અહીં લોકોને ફુડની સાથે વિવિધ પ્રકારનું મનોરંજન પણ પીરસવામાં આવે છે. આ સાથે વેજ બટાલીયન ફુડ પાર્ક ગુજરાતનું બીજુ અને સૌરાષ્ટ્રનું એકમાત્ર સ્થળ છે જયા ટરકિંગ આઈસ્ક્રીમ મળે છે. આ આઈસ્ક્રીમ ફન સાથે પીરસવામાં આવે છે. અહીં ૯૦૦ લોકો બેસી શકે તેવી ભવ્ય અને સુંદર વ્યવસ્થા પણ છે. લોકો ભાગદોડ ભરી જીંદગીમાં પોતાના અંગત વ્યકિતઓને કે પરિવારજનોને સમય આપી શકતા નથી ત્યારે લોકો વીકમાં થોડો સમય કાઢી પોતાના સ્નેહીજનો સાથે ખુબ સારી રીતે ભરપુર મનોરંજન મેળવી શકે તે માટે વેજ બટાલીયન વિવિધ નવીનતમ ઈવેન્ટોનું આયોજન કરતું રહે છે ત્યારે ગઈકાલનાં રોજ ઓપન માઈકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટનાં ઉભરતા આર્ટીસ્ટોએ પર્ફોમન્સ આપ્યા હતા. તેઓએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સૌરાષ્ટ્રમાં એક માત્ર અહીં ઉપલબ્ધ ટરકિંગ આઈસ્ક્રીમનો લોકોમાં ભારે ક્રેઝ: કેવીન લુનાગરીયા
વેજ બટાલીયન ફૂડપાર્કનાં માલિક કેવિન લુનાગરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વેજ બટાલીયન એ સ્વાદ શોખીનો માટે સ્ટ્રીટ ફુડની દરેક વાનગીઓ તો લઈને આવ્યું છે સાથે ઈન્ટરનેશનલ જે પ્રખ્યાત આઈસ્ક્રીમ ટરકિંગ જે ગુજરાતમાં બીજા નંબર પર અને સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટ ખાતે આપણે ત્યાં મળશે અને લોકો આ ફન સાથે આઈસ્ક્રીમ ખાય શકે છે. સ્વાદ શોખીનો માટે આજે વિવિધ સ્થળ પર જવાની જરૂર રહેશે નહીં. તમારી મનપસંદ અને સ્વાદિષ્ટ તમામ આઈટમ અહીં મળી રહેશે. આ સાથે અમારા વેજ બટાલીયન ફુડ પાર્કમાં પારીવારીક દરેક પ્રસંગોનો લોકો લાભ લઈ શકે છે. સાથે બર્ડ ડે પાર્ટી હોય કે સન્માન સમારોહ, કોરર્પોટ લેવલની પાર્ટી દરેક અહીં તેમની યાદગાર સ્મૃતિઓ બનાવી શકે છે. તેમજ ભારતમાં માત્ર અહીં જ લોકો સ્ટેફડાઈવિંગ લન્ચ લઈ શકે છે. આ સાથે અહીં ૯૦૦ લોકોની સીટીંગ વ્યવસ્થા છે એક સાથે આટલુ બધુ પબ્લીક બેસી શકે તેવી જગ્યા અને સાથે તેમને મનોરંજન પણ આપે એવી જગ્યા માત્ર વેજ બટાલીયન છે. આજે અહીં ઓપન માઈક ઈવેન્ટ જે મોરપીંછ દ્વારા પ્રેસેન્ટ કરવામાં આવી છે. ઓપન માઈકમાં રાજકોટનાં જે પણ આર્ટીસ્ટ હોય તે મને એક મંચ મળે છે. તેમના અંદરની પ્રતિભા બહાર કાઢવાની તેઓને તક અપાઈ છે. રાજકોટના લોકો માટે હોળીની પણ ઈવેન્ટ કરવાના છીએ.
ફૂડી લોકો માટે અહીં જન્નત હી જન્નત: જય વાઘવાણી
એકટર જય વાધવાણીએ જણાવ્યું હતું કે, હું એકટર અને મોડલ તો છું જ પણ સાથે ખુબ જ મોટો ફુડી છું. સામાન્ય રીતે અમે અમારા હોમ ટાઉન રાજકોટમાં કઈ જગ્યા બેસ્ટ છે ફૂડ માટે તે શોધતા હોઈએ છીએ. તેવી જ રીતે મેં વેજ બટાલીયનનું નામ સાંભળ્યું હતું તો અમે નકકી કર્યું અહીં આવાનું. વેજ બટાલીયન એ ફુડીશ માટેની સૌથી સારી જગ્યા છે. અહીંનુ ફૂડ એ ટૂ ઝેડ છે એટલે કોઈ બી આઈટમ ખાવો તેની અલગ જ સ્વાદ છે અને સાથે મનોરંજન પણ મળે છે. ખાસ લોકો માટે આ બંને વસ્તુ માત્ર વેજ બટાલીયન પર હાલ રાજકોટમાં મળતી હશે જો તમે ફૂડી છો તો તમે તમારી સ્વાદિષ્ટ વાનગી ખાવા વિવિધ જગ્યા પર જતા મનોરંજનવાળી સ્વાદિષ્ટ ઉતમ આઈટમ મળી રહેશે.
ઓપન માઈકની ઈવેન્ટ અદભુત: મોનિલ દવે
ગ્રાહક મોનિલ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો માટે અત્યારે ફૂડ સાથે ફન અને મનોરંજન જરૂરી છે ત્યારે વેજ બટાલીયન એ એવી જગ્યા છે જયાં સ્વાદિષ્ટ ફુડ તો મળે છે સાથે અલગ મનોરંજન પણ મળે છે. અહીં ઓપન માઈકની ઈવેન્ટનું આયોજન થયું છે જે અદભુત છે જેમાં રાજકોટનાં અનનોન આર્ટીસ્ટ આવીને પોતાની પ્રતિભાને બહાર નિકાળે છે. આ તેમને માટે એક ખુબ જ મહત્વનું મંચ હોય છે. અહીં આવેલા લોકો તેમને જુએ સાંભળે અને તેમની સાથે ફોટા લે છે તેઓ પોતાની ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવે સાથે પોતાની અંદરની પ્રતિભા પણ લોકો સુધી પહોંચાડી શકે છે.