ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પેન્શનરોને જીવાય દાખલા પોસ્ટ મેન મારફત ઘરબેઠા પહોંચાડવાની સેવા શરૂ કરાશે
દેશભરમાં બુઝુર્ગ પેન્શનરોને મદદરૂપ થવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘર બેઠા જીવન પ્રમાણ લાઈફ સર્ટીફીકેટ પોસ્ટ મારફત પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ઘર બેઠા જીવન પ્રમાણપત્ર આપવાની આ યોજનામાં હવે પેન્શનરોને પોસ્ટ ઓફિસમાં જીવન ખરાઇ માટે રૂબરૂ જવાની જરૂર નહીં પડે ,અત્યાર સુધી પેન્શનરોને જીવન પ્રમાણપત્ર મેળવવા માટે નજીકની પોસ્ટ ઓફિસમાં ખરાઇ માટે જવું પડતું હતું.
પરંતુ હવે બેન્કિંગ સેવા દરવાજા સુધી પહોંચાડવાની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના સંકલ્પ ને પૂર્ણ સિદ્ધ કરવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા તમામ પેન્શનરોને ઘર બેઠા જીવાય પ્રમાણપત્ર પહોંચાડવામાં આવશે પેન્શનરો માટે સમયાંતરે જીવીત હોવા અંગેના પુરાવા માટે રૂબરૂ “મોઢું દેખાડવા” કચેરીએ જવું પડતું હતું.
હવે ઘર બેઠા જીવન પ્રમાણપત્ર મળી જશે અને કચેરીઓમાં ધક્કા ખાવા નહીં પડે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આઇ પીપી બી ની સેવા માટે રાહતરૂપ સાબિત થશે