ચક્ષુહિન લોકો અથવા ફિંગરપ્રિન્ટ મેચ ન થાય તેવા વરિષ્ઠોએક્યા જવુ: ડી વાય ચંદ્રચુદ
આધાર કાર્ડને અનેક જરુરી દસ્તાવેજો સાથે લિંક કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે આધારને પેન્શન સાથે જોડાવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર બુધવારે સુપ્રિમ કોર્ટે સવાલ કર્યા હતા. કેમ કમે પેન્શન એક વ્યક્તિની વર્ષો સુધીની કામગીરી બાદ મળતી સરકારી વેતન છે. જે તેમનો હક્ક છે. સબસીડી નહીં, તો તેને શા માટે સરકાર આધાર સાથે લિંક કરાવવા માંગે છે ? અરજદારોના આધારે ફક્ત ટેકનીકલ કારણોને લીધે પેન્શનકારો તેનું ગુજરાન કરવાની રકમ શા માટે ખોઇ બેસે ? ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, એ કે સિક્રી, એ એમ ખાનવીલ્કર, ડી. વાય ચંદ્રસુદ અને અશોક ભુષણની પેનલે કે કે વેનુગોપાલને પૂછ્યુ હતું કે આધાર સાથે પેન્શન શા માટે લિંક કરાવવું, ત્યારે વેનુગોપાલે જણાવ્યું હતું કે આધાર એક જ એવું સાધન છે. જેનાથી બોગસ ડેટા, દસ્તાવેજો સામે લડી શકાય છે. જસ્ટીસ એ.કે. સિક્રીએ જણાવ્યું હતું કે પેન્શન સામાજીક યોજના નથી કે તેનો આધાર એક્ટમાં સમાવેશ થાય, ઘણાં પેન્શનકારોના બાળકો વિદેશમાં સ્થાપી થયા હોય છે.
એવામાં જો તેમની પાસે આધાર નહીં હોય તો શું પેન્શન નહીં આપો ? તો જસ્ટીસ ડી વાય ચંદ્રચુદનું કહેવું છે કે ઘણાં લોકો અલ્ઝાઇમર જેવી ગંભીર બિમારીઓ ધરાવે છે. તો ઘણાં વૃદ્વ વયના લોકો એવા પણ છે જેના બાયોમેટ્રીક આધાર સાથે મેચ થતા નથી, તો તેમને ક્યા જવુ? સરકારે યોજનાઓ માટેના પગલાની સ્પષ્ટતા કરવી જોઇએ. જેના જવાબમાં એ.જી. વેનુગોપાલે કહ્યું કે જે લોકો આંધળા છે, જેના ફિંગરપ્રિન્ટ મેચ નથી થતા, આધાર એક્ટમાં તેના માટે પણ જોગવાઇ છે એવા લોકોના એન્રોલ્મેન્ટની પ્રક્રિયા થોડી અલગ રીતે થાય છે. અને અત્યાર સુધી એવા કિસ્સાઓ આવ્યા નથી કે આધારમાં ફિંગરપ્રિન્ટ મેચ ન થવાને કારણે કોઇને પેન્શન મળતુ ના હોય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,