પશ્ર્ચિમ રેલવે દ્વારા રેલ મંડળ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરાયું હતુ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલાની અધ્યક્ષતામાં આયોજીત આ પેન્શન અદાલતમાં સેવાનિવૃત્ત થયેલા રેલવે કર્મચારીઓની ગ્રેચ્યુટી તેમજ પેન્શન અને પરિવાર પેન્શન સંબંધીત ૩૧ જેટલા મામલાને સફળતા પૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો હતો. ૬ જેટલા રેલવે કર્મચારીઓને પારિવારીક પેન્શન આપવામાં આવ્યું હતુ.
તેમજ પેન્શન એસોસીએશનથી આવેલા આવેદનો પર સકારાત્મક વિચાર વિર્મશ કરાયો હતો તેમજ પેન્શન અને પરિવારીક પેન્શન માટે હેલ્થ ચેકઅપ તેમજ ચિકિત્સા કાર્ડ માટે કેમ્પનું પણ આયોજન કરાયું હતુ. મુખ્ય અધિકારી ડો. આર.વી. શર્માએ સ્વાસ્થ્ય સંબંધીત જાણકારી આપી હતી. કમલેશ ભટ્ટે પેન્શન અદાલત કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ આ તકે એસ.એમ.મીણા મંડળના પ્રબંધક તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ આ તકે કાર્મિક અધિકારી અનીલ શર્મા અને સેટલમેન્ટના કલ્યાણ અનુભાગે જહેમત ઉઠાવી હતી.