જાનવરો વિશે અજાણી વાતો
પૃથ્વી પર ઘણા ચિત્ર-વિચિત્ર જાનવરો સદીઓથી વસવાટ કરે છે: આફ્રિકાના જંગલોમાં ઘણા જીવોની સૃષ્ટિ વસેલી છે: માછલી પાણીમાં રહે છે, પણ તેની આંખોમાં પાંપણ નથી: હેંગ ફિશ માછલીને ચાર હ્રદય હોય છે
સૃષ્ટિ પર માનવ ઉત્પતિ પહેલા પણ આગ્રહમાં વિવિધ નાના -મોટા પ્રાણીઓની દુનિયા હતી. ગુફાવાસી માનવી શિકાર કરીને જ પોતાનું પેટ ભરતો હતો, ધીમે ધીમે માનવી પશુ-પંખી સાથે રહેતો હોવાથી તેને પાળવા પણ લાગ્યો હતો. એ જમાનામાં આંગણાના પશુ-પંખીઓ હતા, જે આજના કરતાં જુદા હતા. પર્યાવરણના રક્ષક તરીકે પંખી-પશુને જાનવરો વર્ષોથી સંકળાયેલા છે. તેમના કુદરતી આવાસો જયાં સુધી ટકયા ત્યાં સુધી ટકયા ત્યાં સુધી તે જીવિત રહી શકયા હતા. માનવીએ પોતાની પ્રગતિમાં પર્યાવરણના નુકશાન સાથે આ પ્રજાતિઓને પણ ઘણું નુકશાન કરેલ છે. આજે ગ્લોબલ વોર્મિગ જેવી સ્થિતિ તેની જ દે ન છે.
રંગરૂપ, આકાર, કલર વિગેરે કુદરતે પશુ-પંખીને જાનવરોને આપેલ છે. આબોહવા અને તેના પર્યાવરણ મુજબ તેની રચના પણ કુદરતે જ આપી છે. આજે પણ આફ્રિકાના જંગલોમાં ઘણા જીવોની સૃષ્ટિ વસેલી છે. જિરાફ, હાથી, સિંહ, વાઘ જેવા કદાવર પ્રાણીઓ પહેલા પણ ડાયનાસોર જેવા વિશાળ અને વિકરાળ પ્રાણીઓ આ ગ્રહ ઉપર રહેતા જ હતા. આજે આ લેખમાં સૃષ્ટિના વિવિધ પ્રાણીઓની અજાણીવાનો વાંચકો માટે પ્રસ્તુત કરી છે. ઘણી વાતો સાંભળીને તમને અચરજ પણ થશે.દુનિયામાં સૌથી વધુ ઝડપી દોડતું પ્રાણી ચિત્તો છે, જેની ઝડપ 113 કી.મી. હોય છે.
પહાડી સિંહ અને દિપડો પોતાનો શિકાર વહેંચીને ખાય છે. માછલી પાણીમાં રહેતી હોય છે, પણ તેની આંખોને પાંપણ હોતી નથી બ્લુ વ્હેલ માછલી મોટેથી સીટી વગાડે છે, જેનો અવાજ 118 ડેમી મીટર હોય છે. આ સૃષ્ટિ પર પતંગિયાની ર0 હજારથી વધુ પ્રજાતિઓ છે. વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે, જ તમા માંસાહારી પ્રાણી કરતાં મોટું હોય છે.
સીલ માછલી એક વખતમાં દોઢ જ મિનિટ ઉંધી શકે છે, જયારે હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક ઉંઘ લે છે. બધાને એક હ્રદય જ હોય છે, પણ આ દુનિયામાં એકમાત્ર હેંગ ફિશ માછલીને ચાર હ્રદય હોય છે. સૃષ્ટિમાં એક માત્ર પેગ્વિન એવું જીવ છે, જે ખારા પાણીને મીઠું કરી શકે છે. જંગલમાં સિંહની ગર્જના પ કિ.મી. દૂર સુધી સંભળાય છે.
સ્વ બચાવ માટે કુદરતે શાહુડીને શરીર પર કાંટા આપ્યા છે, જેની સંખ્યા 30 હજારથી વધુ હોય છે. રાતો બગલો દિવસે આરામને રાત્રે શિકાર કરે છે. દરેક સજીવને ઊંઘ, ખોરાક, હવા, પાણીને આવાસની જરૂર પડતી હોય છે, તેમ આ પ્રાણીઓ, પશુ જનાવરોને પક્ષીને પણ જરર પડે છે. માણસ સંતાનોને જેમ ઉછેરે તેમ આ જીવો પણ બચ્ચાને ઉછેરે છે. ઘોડો અને હાથી ઉભા ઉભા જ ઊંઘે છે. એક વિચિત્ર વાત વિંછીની છે, જે નવ મહિના ખાઘા વગર ચલાવી શકે છે.
આ દુનિયમાં સૌથી મહાકાય પ્રાણી મેગાલોસોર્સ જાતના ડાયનાસોર મનાય છે.ઘણાની ચાલ ઝડપી તો ઘણાની ધીમી હોવાથી એમાં પણ અજાણી વાતોમાં ઊંટ આખો દિવસમાં 100 કી.મી. અંતર કાપી શકે છે, તે રણ માં ચાલવા કે દોડવામાં સૌથી વધુ ઉપયોગી પ્રાણી ગણાય છે. હાથીની શકિત એક બુલડોઝર જેટલી હોય છે. ઊંઘ લેવામ)ં તમામ જીવસૃષ્ટિમાં ગોકળગાયનો નંબર આવે છે, તે ત્રણ-ચાર વર્ષ ઊંઘ લે છે. માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લેન્સ હોય છે. આ સૌથી વિચિત્ર વાત તમને અચરજ પમાડે તેવી છે, જેમાં ઊંટ શિયાળામાં બે મિહના સુધી પાણી વગર જીવી શકે છે. બે વર્ષ સુધી સિંહના બચ્ચામાં બોલવાની ક્ષમતા હોતી નથી.
કૂતરાઓ અને બિલાડીઓમાં પણ માણસની જેમ રાઇટી અને લેફટી હોય છે. આ ગ્રહમાં એક માત્ર ગાય એવું પ્રાણી છે, જે ઓકિસજન લઇને ઓકિસજન છોડે છે. જિરાફ પોતાનો વધારે સમય ઉભા રહેવામાં જ ગુજારે છે. બધા પ્રાણીઓમાં એક માત્ર હાથી કુદકા મારી શકતું નથી. મચ્છરને માનવીનું શરીર લાલ કોલસા (દેતવા) જેવું લાગે છે, જીંગા માછલીનું હ્રદય તેના માથામાં હોય છે. વંદો એવું પ્રાણી છે, જેનું માથુ કપાય જાય તો પણ જીવિત રહી શકે છે. ચાઇનામાં મળી આવતું સમુદ્રી હરણનું બચ્ચું એટલે નાનુ હોય છે. કે તેને હથેળીમાં રમાડી શકાય છે. આમાચડીયું એક માત્ર સ્તન ધારી પ્રાણી છે. જે ઊડી શકે છે. ગ્રીન એનાકોન્ડા સૌથી વિશાળ હોય છે.
ડોલ્ફિન માછલી હમેશા પોતાની એક આંખ બંધ કરીને સુવે છે. કુતરાઓ 10 પ્રકારના અલગ અવાજો તો બિલાડી એક હજાર જેટલા વિવિધ અવાજો કાઢી શકે છે. ડોલ્ફિન એક માત્ર એવી માછલી છે, જે માનવીની નકલ કરી શકે છે. જંગલમાં 90 ટકા શિકાર માદા સિંહ જ કરે છે. મગર તેની જીભને કયારેય બહાર કાઢી શકતો નથી. બીજા જીવોમાં ઘોડો અને ઉંદર કયારેય ઉલ્ટી કરતા નથી. કુતરાની આંખ માણસ કરતા વધુ સારી, પણ રંગીન દ્રશ્ય જોઇ શકતી નથી. ગોરીલા એક દિવસમાં એવરેજ 14 કલાક ઊંઘે છે. એક નવજાત કાંગારુ માત્ર એક ઇંચ લાંબુ હોય છે. દર વર્ષે સર્પ દંશથી વધુ મૃત્યુ મધમાખી કરડવાથી થાય છે. અમુક જીવ જંતુ તો ખોરાક ન મળવાના કારણે પોતાનું શરીર જ ખાવા લાગે છે. જીરાફની જીભ ર1 ઇંચ લાંબી તો દેડકો આંખો બંધ કર્યા વગર ગળી શકતો નથી. બિલાડીનો પેશાબ રાત્રે પણ ચળકાટ મારે છે. વીછી પર શરાબ નાખવામાં આવે તો તે પાગલ થઇ જઇને ને પોતાને ડંખ મારવા લાગે છે.