ખેડુતોને વિશ્ર્વાસ સંપાદન થાય અને ખરા અર્થમાં ટેકો મળીરહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવો સૂર ઉઠાવતા ખેડુતો

રાજ્ય સરકારે ગુજરાતમાં મગફળીના કુલ ઉત્પાદનના ૨૫% લેખે ૬.૫લાખ મેટ્રિક ટન મગફળીની ૯૦ દિવસમાં  ટેકાનાભાવે ખરીદવાનું નક્કી કર્યું છે. જે મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી ૯૦ દિવસમાં૮૦૬૮૪ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જેના માટે એકચોક્કસ આયોજન કરી નાફેડ અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે એકમાર્ગદર્શક પુસ્તિકા જાહેર કરવામાં આવી છે. જેના નિયમો મુજબ મગફળીની ખરીદી કરવામાંઆવે તો ૯૦ દિવસમાં નક્કી કરેલો લક્ષ્યાંક સિદ્ધ થાય એમાં કોઈ શંકા નથી. પણ આમાર્ગદર્શક પુસ્તિકાના નિયમો પુસ્તિકામાં જ દબાઈ ને રહી ગયા વાસ્તવિકતામાં નિયમોની૧૦ થી ૧૫% કામગીરી થાય છે.

માર્ગદર્શક પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ દરેક મોટાકેન્દ્ર પર ૧૦ વજન કાંટા,૧૦ગ્રેડર(ગુણવત્તા ચકાસનાર),૧૦ તોલાય માટેવ્યક્તિ હોવા જોઈએ પ્રત્યેક નાના  કેન્દ્રોપર ૫ – ૫ ની ટિમ હોવી જોઈએ પરંતુ તેની સામે એક કે બે ગ્રેડર થી કામ ચલાવવામાં આવેછે જેના કારણે જે ખરીદી થવી  જોઈએ તેની ૧૦થી ૧૫ % જ ખરીદી થાય છે જેથી આજ ગતિએ ચાલે તો નક્કી કરેલો જથ્થો ખરીદવામાં ૯૦દિવસના બદલે ૯૦૦ દિવસ થાય.

તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૮ થી મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુકરવામાં આવી છે જીલ્લામાંથી ૯૦ દિવસમાં ૮૦૬૮૪ ટન મગફળી ખરીદી કરવી હોય તો રોજનાલગભગ ૯૦૦ ટન મગફળીની ખરીદી થવી જોઈએ.

તેની સામે અત્યારે લગભગ ૧૫૦ થી ૨૦૦ ટન રોજનીખરીદી થાય છે અંદાજે જે ૭૦૦ ટન જેટલી મગફળી રોજની ખરીદી કર્યા વગર મુલતવી રહી જાયછે એ ખેડૂતોને સીધેસીધું નુકશાન છે અને એના માટે નિયમોનું ઉલ્લંઘન કરનારકર્મચારીઓ/અધિકારીઓ જવાબદાર છે, તેમના આયોજનના અભાવનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

જ્યારે રાજ્યસરકારે ચોકસ નિયમો બનાવ્યા છે તો તેનું પાલન શા માટે કરવામાં નથી આવતું અને જોપાલન ન થતું હોય તો કાયદાનો ભંગ કરનાર કર્મચારી/અધિકારી સામે કાયદાકીય પગલાં શામાટે લેવામાં નથી આવતા.ત: એક વિષય છે. માર્ગદર્શક પુસ્તિકામાં કેટલીયે વાર એવુંલખાયું છે કે ખેડૂતો હેરાન ન થાય તેની તકેદારી રાખવી અને તેની સામે વાસ્તવિકતા એછે કે માત્ર ખેડૂતો જ હેરાન થાય છે. માર્ગદર્શક પુસ્તિકામાં આખરી નિર્ણય લેવાની, નિર્ણયોમાંસુધારા વધારા કરવાની આખરી સત્તા કલેકટરને આપવામાં આવી છે.

હવે પછીના બાકી દિવસોમાં ૭૬૦૦૦ ટન જેટલો મગફળીનો જથ્થોટેકાના ભાવે  ખરીદવાનો બાકી છે તે મુજબ એકચોકસ આયોજન કરવામાં આવે રોજના ૨૦૦ ખેડૂતોને બોલાવવા પડે તો બોલાવી તે મુજબ જરૂરીસ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે ઓનલાઈન કરેલું હોય તેવા એકપણ ખેડૂતની મગફળી બાકી રહીન જાય તેવી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને તે મુજબ નક્કી થયેલું આયોજનદિવસ  ૮ માં જાહેર માધ્યમો દ્વારા જાહેરકરવામાં આવે જેથી જિલ્લાના ખેડૂતો માહિતગાર થાય, ટેકાની ખરીદીની યોજના પરથી ખેડૂતો વિશ્વાસગુમાવી બેઠા છે.

જેથી તેઓ અત્યારે સસ્તા ભાવે ખુલા બજારમાં મગફળી વેચવા મજબુર થઈરહ્યા છે તે ખેડૂતોને ફરીથી વિશ્વાસ સંપાદન થાય અને ખેડૂતોને ખરા અર્થમાં ટેકો મળીરહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવો સુર ખેડુતો ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.