“રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ”ના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરની આધુનિક સિસ્ટમનાં સહારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કુલ ૩૨૫ ટીપર વાનનાં રૂટ પર સતત નજર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ અને તેનો કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ ઉપરાંત મહાનગરપાલિકાનાં વહીવટી તંત્રની વિવિધ કામગીરીમાં ખુબ જ ઉપયોગી થઇ રહયું છે અને તેના સારા પરિણામો પણ પ્રાપ્ત થઇ રહયા છે. આધુનિક ટેકનોલોજી આધારિત આ સમગ્ર સિસ્ટમનાં સહારે રાજકોટ મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી વધુ અસરકારક બનાવી શકી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં કુલ ૩૨૫ ટીપર વાન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવી રહયું છે. કોન્ટ્રકટ આધારિત થતી આ કામગીરીમાં જો ટીપર વાન ચાલક દ્વારા ક્યાંય બેદરકારી દાખવવામાં આવે તો તે બાબત જી.પી.એસ. આધારિત પ્રણાલીમાં આપોઆપ ઝડપાઈ જાય છે અને તેના રિપોર્ટના આધાર પર કોન્ટ્રક્ટને પેનલ્ટી કરવામાં આવે છે. જેમાં જાન્યુઆરી-૨૦૧૯ થી મે-૨૦૧૯નાં સમયગાળા દરમ્યાન બંને કોન્ટ્રાક્ટરોને કુલ મળીને રૂ.૭,૪૨,૬૧૮/-ની પેનલ્ટી કરવામાં આવી છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુ માહિતી આપતા એમ કહ્યું હતું કે, ટીપર વાન માટે જે તે વોર્ડમાં નક્કી કરવામાં આવેલા રૂટ પર મહાનગરપાલિકાએ ૩૦ થી ૪૦ લોકેશન સુનિશ્ચિત કરલા છે અને તે જી.પી.એસ.થી “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” અને તેનો કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર સાથે જોડાયેલ છે. દરેક ટીપર વાન જી.પી.એસ.થી કનેક્ટેડ હોઈ જો આ ટીપર વાન નિર્ધારિત રૂટ પરના નક્કી કરાયેલા પોઈન્ટ પરથી પસાર નાં થાય તો આપોઆપ જ તેની નોંધ લેવાઈ જાય છે. આ અદ્યતન સિસ્ટમ વડે ટીપર વાનની કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરમાં રોજ સાંજે જનરેટ થતા રીપોર્ટમાં પોઈન્ટસ મિસિંગની માહિતી દર્શાવવામાં આવે છે, અને તેના આધારે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવામાં આવે છે. વેસ્ટ ઝોનમાં રૂ. ૩,૭૦,૪૯૦/-, સેન્ટ્રલ ઝોનમાં રૂ. ૩,૬૩,૩૦૮/- અને ઈસ્ટ ઝોનમાં રૂ. ૮,૮૨૦/-ની પેનલ્ટી જે તે કોન્ટ્રાક્ટરને કરવામાં આવેલ છે. દરેક ટીપર વાનનાં રૂટ નક્કી કરવામાં આવેલા છે અને આ રૂટમાં વોર્ડનાં કુલ એરિયા અને આવશ્યકતા મુજબ ટીપર વાનનાં રૂટ માટે ૩૦ થી ૪૦ પોઈન્ટ સુનિશ્ચિત કરાયેલા છે. જો ટીપર વાન ચાલક આ રૂટ પરનો એક પણ પોઈન્ટ ચુકી જાય તો તુર્ત જ તેની એ પોઈન્ટ પરની ગેરહાજરી દરરોજ સાંજે જનરેટ થતા રીપોર્ટમાં તેની ઉલ્લેખ થાય છે અને ત્યારબાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવામાં આવે છે.
સેન્ટ્રલ ઝોનમાં કોન્ટ્રકટર ડી.જી.નાકરાણી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમને જાન્યુઆરી-૨૦૧૯ થી મે-૨૦૧૯નાં સમયગાળા દરમ્યાન કામ્મ્માં બેદરકારી બદલ રૂ. ૩,૬૩,૩૦૮/-ની પેનલ્ટી કરવામાં આવી છે. જ્યારે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનનો કોન્ટ્રાક્ટ મુંબઈની કંપની વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા. લિ.ને બંને ઝોનમાં અનુક્રમે રૂ. ૮,૮૨૦/ અને રૂ. ૩,૭૦,૪૯૦/- મળીને કુલ રૂ. ૩,૭૯,૩૧૦/-ની પેનલ્ટી લાદવામાં આવેલ છે.