જામનગર મહાનગર પાલિકા દ્વારા ચાલતી પ્લાસ્ટિક અન્વયેની ઝુંબેશમાં ગઈકાલે ૧૦૭ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગરમાં પ્લાસ્ટિકનાં વપરાશ ઉપયોગ ઉપર મ્યુનિ કમિશ્નર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પછી સોલીડ વેસ્ટ શાખા દ્વારા ચેકિંગ કામગીરી શરૃ કરવામાં આવી. છેલ્લા બે અઠવાડીયા દરમ્યાન જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દુકાનદારોને ત્યાં ચેકિંગ દરમ્યાન ૧૦૭ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તથા ૭૧૦૦ નંગ પ્લાસ્ટિકની પ્યાલી(કપ) કબજે કરવામાં આવ્યા હતાં. અને રૂ.૪૬૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર વિકલ્પ હોસ્પિટલ અને શ્રી ક્લિનિક લેબોરેટરીના સંચાલકો પાસેથી કુલ રૂ .૪૫૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.