વિપ્ર પ્રૌઢ મુંબઈ જતી વેળાએ શાકાહારીનો ઓર્ડર આપવા છતાં માંસાહારી ભોજન પીરસ્યુ: રૂ.૬૫ હજાર વળતર ચુકવવા ફોરમનો હુકમ
શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા વિપ્ર વેપારીને જેટ એરવેઝની ફલાઈટમાં માસાહારી ભોજન પિરસવાના મામલે અન્યાય થતા રાજકોટ ગ્રાહક સુરક્ષા ફોરમમાં વળતર મેળવવા કરેલી અરજીમાં રૂ.૫૦ હજારનું વળતર અને દંડ સહિત રૂ.૬૫ હજાર ચુકવવા હુકમ કર્યો છે.
વધુમાં શહેરમાં પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોનાના દાગીનાના વેપારી ભાનુપ્રસાદ જગદીશ ચંદ્ર જાનીને પોતાના વેપારના કામકાજ અર્થે ઓગસ્ટ-૨૦૧૬માં રાકજોટથી ચેન્નઈ જવા જેટ એરવેઝની ફલાઈટમાં જતા હતા ત્યારે ફલાઈટમાં શાકાહારી ભોજનની પસંદગી કરવા છતાં માંસાહારી ભોજન પીરસ્યું હતું.
બાદ વેપારી ભાનુપ્રસાદ ભોજન જમતા તુરંત ઉલ્ટી થતા ફરિયાદ કરવા છતાં જેટ એરવેઝ દ્વારા બેદરકારી આચરી હતી.જેટ એવરેઝને નોટિસ ફટકારવા છતાં યોગ્ય પ્રત્યુતર ન આપતા ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં વળતર મેળવવા અરજી કરી હતી.
ફરિયાદ પક્ષ દ્વારા તેની ફરિયાદના સમર્થનમાં દસ્તાવેજી પુરાવાઓ, ફોટોગ્રાફ તથા સોગંદનામાઓ ફોરમમાં રજુ કરવામાં આવેલ હતા અને જેટ એરવેઝ દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક ફોરમને ફરિયાદ ચલાવવા સતા તથા હુકમત ન હોવાની ફરિયાદ રદ કરવા અરજીઓ કરવામાં આવેલ જેની સામે ફરિયાદીના એડવોકેટ દ્વારા હાલના ફોરમને હાલની ફરિયાદ સાંભળવાની તેમજ તેનો ન્યાયીક નિર્ણય કરવા સતા તથા હકુમત છે અને તેના સમર્થનમાં વડી ફોરમોના ચુકાદાઓ પણ રજુ કરેલ હતા અને જેના આધારે જિલ્લા ગ્રાહક ફોરમ દ્વારા જેટ એવરેઝની અરજીઓ ફગાવી દેવામાં આવેલ. તે હુકમ સામે જેટ એરવેઝ દ્વારા સ્ટેટ કમિશનમાં રીવીઝન અરજી કરવામાં આવેલ જે સ્ટેટ કમીશન દ્વારા એડમીશન સ્ટેજ જ નામંજુર કરાતા જેટ એરવેઝને કાનુની લપડાક મળેલ હતી.બંને પક્ષો દ્વારા તેમના પુરાવાઓ રજુ કર્યા બાદ અંતમાં લેખિત દલીલો ધ્યાને લઈ વિમાન કંપની દ્વારા ફરિયાદીને રૂ.૫૦ હજારનું વળતર તેમજ ત્રાસ બદલ રૂ.૧૦ હજાર અને અરજી ખર્ચના રૂ.૫ હજાર મળી રૂ.૬૫ હજાર ચુકવવા હુકમ ફરમાવેલો છે.
આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, દિલીપ પટેલ, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, જિજ્ઞેશ યાદવ વિગેરે રોકાયેલ છે.