વિમા કંપનીઓએ અકસ્માતનો ભોગ બનનારના પરિવારને એક મહિનાની અંદર પાંચ લાખ ચૂકવવા પડશે !!!
લોકસભામાં સોમવારે મોટર વ્હીકલ બાબતનો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પેનલ્ટીમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રાફિકના નિયમો બાબતે લોકો વધુ જાગૃત બને અને લોકોમાં કાયદાનો ભય રહે તે માટે દર વર્ષે દંડની રકમમાં વધારો કરવાનો નિર્ણય યો છે. હવે આ ખરડો રાજયસભામાં રજૂ કરવામાં આવશે.
આ ખરડો સંસદમાં ગત વર્ષે રજૂ યો હતો. ત્યારબાદ સુધારા માટે સંસદની સ્ટેન્ડિંગ કમીટીને મોકલવામાં આવ્યો હતો. જેમાં સુધારા બાદ હવે વધુ પ્રક્રિયા હા ધરી શકાશે. દંડના નિયમો ઉપરાંત સરકારે વિમાના દાવાની પ્રક્રિયાના સમયને ઘટાડવાની જોગવાઈ કરી છે અને અકસ્માતમાં ભોગ બનનારના પરિવારને એક મહિનાની અંદર ‚ા.૫ લાખ ચૂકવવા વિમા કંપની ઉપર નિયમો લાદવામાં આવશે.
આ સો જો અકસ્માતમાં ઓટો મોબાઈલ કંપનીનો દોર નિકળશે તો ૧૦૦ કરોડની પેનલ્ટી ભરવી પડશે. જયારે અકસ્માતમાં મૃત વ્યક્તિના પરિવારજનોને મળવા પાત્ર રકમ સહિતની બાબતોએ મહત્વની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.