કિચન પરથી નો એન્ટ્રીનાં ડિસ્પ્લે બોર્ડ દુર કરવા વધુ ૩૦ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ
મીઠાનો નમુનો પરીક્ષણમાં ફેઈલ જતાં એજયુડીકેશન કેસ અંતર્ગત કોર્પોરેશન દ્વારા ઉત્પાદક પેઢી, સપ્લાયર પેઢી અને નમુનો આપનાર પેઢીને દંડ ફટકારવામાં આવ્યો છે. આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં અલગ-અલગ સ્થળોએ ૩૦ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કિચનનાં દરવાજા પરથી નો એન્ટ્રીનાં ડિસ્પ્લે બોર્ડ દુર કરવા માટે નોટીસ ફટકારવામાં આવી છે
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા મેજીક શુઘ્ધ આયોડાઈઝ સોલ્ટનો નમુનો લેવામાં આવ્યો હતો જે પરીક્ષણમાં મિસ બ્રાન્ડેડ જાહેર થતાં એજયુડીકેશન કેસ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગોંડલ રોડ પર આવેલી શ્રીનાથજી પ્રોવીઝન સ્ટોર કે જયાંથી મીઠાનો નમુનો લેવામાં આવ્યો હતો તેને રૂા.૫૦૦૦, ભાવનગર રોડ પર જી.ટી.સોલ્ટ સપ્લાયર કે જયાંથી મીઠુ સપ્લાય કરવામાં આવ્યું હતું તેને રૂા.૧૦,૦૦૦ અને હળવદનાં ટીકરનાં રણમાં કે જયાં અલીભાઈ યાકુબભાઈ ઘાંચી દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું તેને રૂા.૧૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા ગોંડલ રોડ પર આવેલ અક્ષર રેસ્ટોરન્ટ, શરણેશ્ર્વર રેસ્ટોરન્ટ, મહિરાજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, કનૈયા રેસ્ટોરન્ટ, માલધારી હોટલ, શિવ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, પ્રેમવતી ઉપહારગૃહ, હોટલ ક્રિષ્નાપાર્ક, ભાગ્યોદય રેસ્ટોરન્ટ, રંગોલી રેસ્ટોરન્ટ, નાગરીક બેંકની સામે રીચ ટેસ્ટ, ભકિતનગર સર્કલ પાસે આવેલ ઓમ રેસ્ટોરન્ટ, ગુરુકુલ રોડ પાસે આવેલ શ્રીજી પ્રસાદમ, ચૌધરી હાઈસ્કુલ સામે સહજાનંદ રેસ્ટોરન્ટ, વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ સહજાનંદ રેસ્ટોરન્ટ, પ્રમુખ રેસ્ટોરન્ટ, પીઝા ટાઉન ૮૦ રોડ, રાધિકા રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ ઠકકર રેસ્ટોરન્ટ, રાજુ રેસ્ટોરન્ટ, તપસી હોટલ, શુભ રેસ્ટોરન્ટ, શ્રી હરી રેસ્ટોરન્ટ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ હોટલ ફોરચ્યુન, ન્યુ મેટ્રો રેસ્ટોરન્ટ, ન્યુ અમિરષ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, મવડી ચોકડી પાસે આવેલ ખોડિયાર ડાઈનીંગ હોલ, રાધિકા રસ્ટોરન્ટ, સત્ય સાંઈ રોડ પર આવેલ નિલકંઠ રેસ્ટોરન્ટ અને જય ખોડિયાર રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કિચનની બહાર લગાવેલા નો એન્ટ્રીનાં બોર્ડ હટાવવા તાકીદ કરાઈ છે.