રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી જાહેરમાં કોઇ૫ણ સ્થળે કચરો ફેકવા ૫ર પ્રતિબંઘ કરેલો હોવા છતા અમુક દુકાનદારો દ્વારા જાહેર રસ્તામાં, મુખ્ય માર્ગોમાં કચરો, એંઠવાડ, ફેકવામાં આવતા અને સીંગલ યુજ પ્લાસ્ટીક બાબતે નિચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલો તેમજ સીંગલ યુઝ પ્રતિબંઘિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલું છે.
‘વન વીક વન રોડ’ સફાઇ ઝુંબેશના ભાગ રૂપે વેસ્ટ ઝોન ખાતે આવેલા કાલાવડ રોડ ૫ર આજ રોજ વન-ડે- વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાલાવડ રોડ વિસ્તાર ની સફાઇ કુલ ૧૮ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર સાથે રાખીને ઝુંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલી હતી.
કાલાવડર રોડ વિસ્તાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને સીંગલ યુજ પ્લાસ્ટીક અને પ્રતિબંઘીત પ્લાસ્ટીકનો વ૫રાશ કરવા સબબ કુલ ૩૮ આસામીઓ પાસેથી કુલ રૂપિયા 9,700 વહીવટી ચાર્જ વસુલવામાં આવેલો તેમજ 5.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત,
૧૨૦ નંગ પ્લાસ્ટિક ગ્લાસ, ક૫ અને ચમચી જપ્ત કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક રાખવા સબબ વહિવટી ચાર્જ વસુલ કર્યો હતો.