- અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડુએ શપથ લીધા
- નાયબ મુખ્યમંત્રી તરીકે ચૌના મેને લીધા શપથ
નેશનલ ન્યૂઝ : પેમા ખાંડુએ 13 જૂન ગુરુવારે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના પછી ચૌના મેને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેમના સિવાય બિયુરામ વાઘા, ન્યાતો દુકમ, ગાનરિલ ડેનવાંગ વાંગસુ, વાંકી લોવાંગ, પાસંગ દોરજી સોના, મામા ન્ટુંગ, દસાંગલુ પુલ, બાલો રાજા, કેન્ટો જીની અને ઓઝિંગ તાસિંગે મંત્રી તરીકે શપથ લીધા હતા.શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા.
ખાંડુને બુધવાર 12 જૂને ઇટાનગરમાં યોજાયેલી બેઠકમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગે હાજરી આપી હતી. આ પછી ખાંડુએ સરકાર બનાવવાનો દાવો કરવા માટે રાજ્યપાલ કેટી પરનાઈક સાથે મુલાકાત કરી. પેમા ખાંડુ 2016થી અરુણાચલના મુખ્યમંત્રી છે. નબામ તુકીના રાજીનામા બાદ તેમણે પ્રથમ વખત ચાર્જ સંભાળ્યો હતો. ખાંડુ જ્યારે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ કોંગ્રેસ સાથે હતા. તેઓ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. પેમા ખાંડુના પિતા દોરજી ખાંડુ પણ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
10 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા
નવા કેબિનેટ મંત્રીઓમાં પીડી સોના, મામા ન્ટુંગ, દસાંગલુ પુલ, કેન્ટો જીની, જીડી વાંગસુ, બિયુરામ વાહગે, ન્યાતો દુકામ, વાંગકી લોવાંગ, બાલો રાજા અને ઓઝિંગ ત્સિંગનો સમાવેશ થાય છે.