નેરોલેક દ્વારા આઈપીએલમાં મેન ઓફ ધી મેચની જેટલી રકમ હશે તેટલી જ રકમ ગુજરાત લાયન્સના શ્રેષ્ઠ ખેલાડી વતી ગ્રાન્ટ રુપે અપાશે જેનો ઉપયોગ બેરોજગાર યુવાનોને પેઈન્ટીંગની તાલીમ આપવા માટે થશે
બેરોજગાર પેઈન્ટરોમાં સ્કીલ ડેવલોપમેન્ટ કેળવી તેમનું જીવન રંગીન બનાવવાની પહેલ ૧૦૦ વર્ષથી માર્કેટમાં રહેલી નેરોલેકે કરી છે. ગુજરાત લાયન્સના હોમ ગ્રાઉન્ડ પર રમાનાર મેચમાંથી મેન ઓફ ધી મેચની એવોર્ડની રકમ જેટલી હશે તેટલી જ રકમ નેરોલેક દ્વારા ગુજરાત લાયન્સના શ્રેષ્ઠ ખેલાડી વતી ગ્રાન્ટ સ્વ‚પે અપાશે અને તેનો ઉપયોગ બેરોજગાર યુવાનોને પેઈન્ટીંગની તાલીમ આપવામાં કરવામાં આવનાર હોવાનું ગુજરાત લાયન્સના સીઈઓ અરવિંદરસિંહ અને કેન્સાઈ નેરોલેક પેઈન્ટસ લી.ના જનરલ મેનેજર પિયુષ બચલૌસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પિયુષ બચલૌસે વધુમાં જણાવ્યું કે ૧૦૦ વર્ષથી બજારમાં રહેલી નેરોલેક કંપનીએ ગુજરાતમાં ૪૦ ટકા જેટલુ માર્કેટ કવર કર્યું છે. સ્કીલ ડેવલોપમેન્ટ કોન્સેપ્ટ થકી બેરોજગાર પેઈન્ટરોને ખાસ ટ્રેનિંગ અપાશે. અગાઉ ગુજરાતમાં મહિલાઓ સહિત ૩૫૦૦ લોકોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ભારતભરમાં અંદાજિત ૧ લાખ લોકો આ ટ્રેનિંગમાં જોડાયા છે. આ ટ્રેનિંગ થકી જૂનાગઢની મહિલાઓને પોતાની વેબસાઈટ પણ શ‚ કરી છે.
મેન ઓફ ધ મેચ ગ્રાન્ટ ગુજરાત લાયન્સ દ્વારા હોમ ગ્રાઉન્ડ પર રમાતી આઈપીએલની પ્રત્યેક મેચમાંથી ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડની રકમ જેટલી હશે અને તે ગુજરાત લાયન્સ ટીમના શ્રેષ્ઠ ખેલાડી વતી અપાશે. આ ગ્રાન્ટનો ઉપયોગ બેરોજગાર યુવાનોને પેઈન્ટીંગની તાલીમ આપવા અને તેમને આજીવિકા માટેની કુશળતાથી સજજ કરવામાં થશે. કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.ના ડેકોરેટીવ પેઈન્ટ્સના જનરલ મેનેજર માર્કેટિંગ પીયુષ બચલૌસ અને ગુજરાત લાયન્સના સીઈઓ શ્રી અરવિંદરસિંહે એક સમારંભમાં આ પહેલની જાહેરાત કરી હતી. ગુજરાત લાયન્સના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિક, જેમ્સ ફકનૌર, ઈશાન કિશાન અને કોચ બ્રેડ હોગ પણ આ સમારંભમાં ઉપસ્થિત હતા. આ પહેલ અંગે ટીપ્પણી કરતા કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ.ના ડેકોરેટીવ પેઈન્ટસના જનરલ મેનેજર માર્કેટિંગ પીયુષ બચલૌસે જણાવ્યું હતું કે, ‘કેન્સાઈ નેરોલેક ગુજરાત લાયન્સના સહયોગમાં ‘મેન ઓફ ધ મેચ’ ગ્રાન્ટ પહેલ રજુ કરતા રોમાંચ અનુભવે છે. આ પહેલ બેરોજગાર યુવાનોને સક્ષમ બનાવશે અને તેમને અમારા નિષ્ણાતો દ્વારા કલાસ‚મ તેમજ પ્રેકિટકલ તાલીમ મારફત કુશળતા વધારવાની તક પુરી પાડે છે.’ ગુજરાત લાયન્સના સીઈઓ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, ‘આપણા સમાજમાં સ્કિલ ડેવલપમેન્ટને સહયોગ આપવા માટે કેન્સાઈ નેરોલેક પેઈન્ટ્સ લિ. સાથે જોડાતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ.
આ વર્ષે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો લાભ ઉઠાવતા અને તેના ઉચ્ચ ગુણવતાના ઉત્પાદનોનો ઉપયોગ કરતા કેન્સાઈ નેરોલેકે સૌરાષ્ટ્રમાં સ્થિત ઐતિહાસિક સોમનાથ મંદિરનું પુન:રંગરોગાન કર્યું હતું. કંપનીએ તેના અજોડ પેઈન્ટિંગ સોલ્યુશન્સ મારફથ મંદિરની બહારની દિવાલોનું પુન:રંગરોગાન કર્યું હતું. જેથી લાંબા સમય સુધી મંદિરની દિવાલોનું રક્ષણ થઈ શકશે.