ઉનામાં કોમી એકતાના પ્રતીક સોરઠના શહેનશાહ વાલીએ સૌરાષ્ટ્ર ગુજરાત પીર હઝરત શાહ બાબા ર.અ. નું ૫૭૫ મો ઉર્ષ શાનો શોકતથી ઉજવાયું.
ઉનામાં આવેલ સૂફી સમસુદ્દીન વલી હઝરત શાહ પીરનો હર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધામ ધૂમ થી ઉર્ષ ઉજવવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર ઇસ્લામિક તારીખ-૨૯ શાબાનના રોઝ હઝરત શાહ પીરનો ઉર્ષ ઉનાની સુન્ની સોરઠીયા ઘાંચી જમાત દ્વારા મનાવવામાં આવે છે અને સંદલના દિવસે બપોરના ૩ વાગ્યે ઉના શહેરમાં ઝુલુસ ફેરવવામાં આવ્યું હતું.
અને રાત્રીના ૧૦ વાગ્યે મદરેસાએ હઝરત શાહ પીરના નાના બાળકોનું નાત અને તકરીરનું પ્રોગ્રામ રાખેલ અને ઉર્ષના દિવસે સાંજના ૬ વાગ્યે આમ નિયાઝ રાખવામાં આવેલ અને રાત્રીના ૧૦ વાગ્યે કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ તે સંદર્ભે ઉર્ષમાં ઉના શહેર અને તાલુકા ભરમાં તથા આસપાસના જિલ્લામાં થી હઝારોની સંખ્યામાં લોકો આવી ધન્ય અનુભવી રહ્યા છે અને હઝરત શાહ પીર ટ્રસ્ટ તથા મુખ્ય મુજાવર દ્વારા તમામ લોકોનું આભાર વ્યક્ત કરવામાં આવેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com