- બાળકનો ભોગ લઇ લેતી પાશવી માનસિકતા
બાળકો સાથે જાતીય સંબંધ બાંધવા અને તેમની સાથે હેવાનિયત થાય છે તેની પાછળ માનસિક વિકૃતિ જવાબદાર, પુરુષોમાં આ વિકૃતિ 3 થી 5 % હોઈ શકે છે: મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થિની નિશા પુરોહિત દ્વારા સર્વે અને કેસ સ્ટડી ને આધારે તારણો બહાર પાડ્યા
હાલ એકવીસમી સદી દરમિયાન માનસિક વિકૃતિઓનું પ્રમાણ વધતું જોવા મળે છે જેમાં ખાસ ચિંતા, ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત જાતીયતા સંબંધિત પણ ઘણી વિકૃતિઓ જોવા મળે છે. જેના કારણે ઘણી વખત નાના બાળકો ભોગ બનતા હોય છે. ઘણી વખત જોવા મળે છે કે નાના બાળક સાથે ઘણા લોકો જાતીય દુષ્ક્રીયા કરતાં હોય છે તથા ઘણી વખત નાના બાળકો પર બળાત્કાર થતો જોવા મળે છે. આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે જેના મૂળ રૂપે આપણે કહી શકીએ કે તે એક માનસિક વિકૃતિ છે. જેને મનોવિજ્ઞાનમાં પીડોફિલિયા વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મુખ્યત્વે આ વિકૃતિથી પીડિત વ્યક્તિ બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવે છે તથા ઘણી વખત આ વિકૃતિથી પીડિત વ્યક્તિ બાળકો તથા કિશોરો બંને પ્રત્યે જાતીય આકર્ષણનો અનુભવ કરે છે. મનોવિજ્ઞાન ભવન ના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં પીએચડી ની વિદ્યાર્થિની નિશા પુરોહિત દ્વારા સર્વે અને કેસ સ્ટડી ને આધારે તારણો બહાર પાડ્યા.
કારણો
હાલમાં જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર જાતીય શોષણ વધતું જોવા મળે છે જેમાં શાળામાં તથા પોતાના ઘરમાં પણ ઘણી વખત બાળક જાતીય શોષણનો ભોગ બને છે આવી ઘટનાઓ વારંવાર આપણી સામે આવતી હોય છે જેને સમજવા કે અર્થઘટન માટે તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ થી ખ્યાલ આવે છે કે આવી ઘટનાઓના મૂળભૂત કારણરૂપે માનસિક વિકૃતિ હોય છે જેને પીડોફિલિયા વિકૃતિ કહેવાય છે જેના કારણો નીચે મુજબ જોવા મળે છે.
તારણો
- પીડોફિલિયા વિકૃતિ ધરાવતા લોકો અન્ય કરતા મોટા ભાગે ડાબેરી વધુ જોવા મળે છે.
- પીડોફિલિયા વિકૃતિ ધરાવતા લોકોમાં નીચું બુદ્ધિમત્તા ગુણાંક સરેરાશ 70 થી 90 હોય છે.
- પીડોફિલિયા વિકૃતિ અને અસામાજિક વ્યક્તિત્વ વિકૃતિ વચ્ચે વધુ 81% સંબંધ જોવા મળે છે.
- પીડોફિલિયા વિકૃતિ સ્ત્રીઓની તુલનાએ પુરુષોમાં વધુ જોવા મળે છે.
મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉપચાર અન્ય લક્ષણોએ સંબંધિત વિકૃતિઓ
પીડોફિલિયા વિકૃતિ મજ્જા મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ સાથે સંકળાયેલ જોવા મળે છે આ ઉપરાંત ડિપ્રેશન ચિંતા કે ઓસીડી સાથે પણ સંકળાયેલ જોવા મળે છે. હાલની ફૂડ પેટર્ન, લાઇફ સ્ટાઇલ અને ફાસ્ટ કોમ્યુનિકેશન તેમજ ઇન્ટરનેટ ને આધારે વલ્ગર સાઈટ અને મહદ અંશે સોશિયલ મીડિયા પણ આ સમસ્યાના વધારા ના કારણોમાં આવી શકે છે.
પીડોફિલિયા વિકૃતિનું નિદાન માટેના લક્ષણો જોવા મળે છે
16 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. પોતાનાથી નાના ઉંમરના બાળકો પ્રત્યે જાતીય આકર્ષણ. બાળકો સાથે જાતીય સમાગમ કરવાની કલ્પના કરે છે. જે બાળક કે બાળકો વિશે તે કલ્પનામાં રાચતી હોય તે તેનાથી ઓછામાં ઓછા પાંચ વર્ષ નાનાં હોવાં જોઈએ. બાળકને લૈંગિક વ્યકિત તરીકે જોવું. બાળકને અનુચિત રીતે સ્પર્શ કરવો કે પોતાની તરફ બોલાવવું . આંતરિક સંબંધોમાં તકલીફ. કાર્યક્ષેત્ર એ તકલીફ. ઉપરોક્ત લક્ષણો છ મહિનાથી વધુ સમયગાળા દરમિયાન જોવા મળે ત્યારે વ્યક્તિમાં પીડોફિલિયા વિકૃતિનું નિદાન કરી શકાય છે.