• કુપોષિત બાળકોની સારવાર માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે એઈમ્સ હોસ્પિટલ
  • પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડીયોગ્રાફી સહિતના આધુનિક ઉપકરણોથી સજ્જ આઈ.સી.યુ.

ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા. 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ પાસે સ્થિત છે. 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એઇમ્સ કુલ 12 સો કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. ખાનગી હોસ્પિટલો કરતા પણ ખૂબ સારી સુવિધા માત્ર રૂ. 10 માં મળી રહે છે. એઇમ્સ હોસ્પિટલમાં ઓ.પી.ડી. ની સાથે આઈ.પી.ડી. ની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પલમોનરી વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. , ગાયનેક અને પિડીયાટ્રીક વિભાગ તથા સર્જરી વિભાગ વગેરે મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો કાર્યરત છે. જેમાં દેશના નિષ્ણાત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. એઈમ્સ હોસ્પિટલનો ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગ આધુનિક સુવિધાની સાથે સાથે નિષ્ણાત તબીબોથી સજ્જ કરવામાં આવ્યો છે.

દેશના કેટલાક એવા શહેરો, ગામડાઓ અને કસ્બાઓ છે, જ્યાં હાલની તકે પણ તબીબી ક્ષેત્રના નામે એક પણ હોસ્પિટલ મોજુદ ના હોય, સૌરાષ્ટ્રમાં એક જ દિવસે લોકાર્પણ પામેલી રાજકોટની ઝનાના હોસ્પિટલ આ ઉપરાંત એઈમ્સમાં સ્થિત ગાયનેક – પીડીયાટ્રીક વિભાગ, એમ ઘર આંગણે જ અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી સુવિધા રાજ્ય – કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખરેખર આશીર્વાદ સમાન વાત ગણી શકાય. એમાંય અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં ઉત્તમ બાળકો અને મહિલાઓની તબીબી સારવાર માટે ગાયનેક – પીડીયાટ્રીક વિભાગ પણ ઉપલબ્ધ છે. એઇમ્સ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એન.આઈ.સી.યુ ઉભુ કરવામાં આવેલ છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું એન.આર. સેન્ટર જેમાં સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા સારવાર આપવામાં આવશે.

માતાઓ માટે ચાર ફીડિંગ બોક્સ

એઈમ્સ હોસ્પિટલમાં વિશેષ સુવિધાના ભાગરૂપે બિલ્ડિંગમાં ઠેક-ઠેકાણે ફીડિંગ બોક્સ મૂકવામાં આવ્યા છે. આવા કુલ 4 જેટલા ફીડિંગ બોક્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બોક્સમાં મહિલાઓ વગર સંકોછે તેના બાળકને સ્તનપાન કરાવી શકે છે. તેના માટે એઈમ્સમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ફીડિંગ બોક્સનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે, કે બાળકો અને મહિલાઓને ત્યાંનું વાતાવરણ ઘર જેવું લાગી શકે, જેમાં સોફાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ફીડિંગ બોક્સની મદદથી બાળકોને સ્તનપાન કરાવતી વેળાએ માતાને કોઈ મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે. જાહેરમાં સ્તનપાન કરાવતી વેળાએ માતાને થતી મુશ્કેલીઓના નિવારણના ભાગ રૂપે આ સુવિધા ઉત્તમ સુવિધા છે.

મહિલાઓની શારીરિક સમસ્યાઓનું ચોક્કસ નિદાન મેળવો ગાયનેક વિભાગમાં: ડો.પંખુરી દુબે

ડોક્ટર પંખુરી દુબે જણાવે છે કે ગાયનેક વિભાગ મહિલાઓ માટે સંપૂર્ણત: સમર્પિત છે. પ્રતિ દિન 80 થી 100 જેટલા દર્દીઓ સારવારનો લાભ લે છે. ગાયનેક વિભાગમાં મહિલાઓ સંબંધીત બીમારીઓ જેવી કે અનિયમિત માસિકની સમસ્યા અને સફેદ પાણીની સમસ્યાનું નિદાન કરવામાં આવે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓનો સંપૂર્ણ ઈલાજ ગાયનેક વિભાગમાં કરવામાં આવે છે. પ્રસુતિ પૂર્વેના દિવસોમાં નિદાન અને તપાસની દરેક જાતની કામગીરી ગાયનેક વિભાગમાં થાય છે. સગર્ભાઓને નિયમિત દવાઓ આપી તેની સાર-સંભાળ રાખવામાં આવે છે. આ સિવાય પ્રસુતિ અને સગર્ભાઓને લગતા ઓપરેશન ગાયનેક વિભાગમાં થાય છે. આ ઉપરાંત ગાયનેક વિભાગમાં કેન્સરની સ્ક્રિનિંગને અંગે પણ કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં મહિલાઓને કેન્સર થયા પૂર્વે તેના લક્ષણો જણાઈ જતા તબીબો દ્વારા યોગ્ય નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેના માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે. ખૂબ જ ઓછા સમયગાળામાં બાંધ્યાપણા માટે એડવાન્સ ફેસીલીટી એટલે કે આઈ.યુ.આઈ. ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત આધુનિક સુવિધામાં ગાયનેક વિભાગમાં દૂરબીન દ્વારા કરવામાં આવતી દરેક સર્જરીની પણ સુવિધા ઉપલબ્ધ છે. લેપ્રોસ્કોપી, હીસ્ટ્રોસ્કોપી, કોલપોસ્કોપી અને ક્રાયોથેરાપી એ આધુનિક યુગની એડવાન્સ ટ્રીટમેન્ટ છે. જે ગાયનેક વિભાગમાં કાર્યરત કરી દેવામાં આવી છે.

બાળકોની માનસિક બીમારીઓના નિદાન માટે સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ: ડો.સચિન સિંઘ

ડોક્ટર સચિન સિંઘ જણાવે છે, કે પીડીયાટ્રીક વિભાગમાં પ્રતિદિન 40 થી 50 દર્દીઓ સારવારનો લાભ લે છે. જેમાંથી મોટા ભાગના બાળકો હાલમાં શરદી અને ઉધરસ જેવી ઋતુજન્ય બિમારી સાથે દાખલ થાય છે. આ સિવાય ડી-હાઇડ્રેશન , ડાયેરિયા, અસ્થમા, લાંબા સમયથી ઉધરસની તકલીફ આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ, ડાયાબિટીસ, થાઇરોઈડ કે શરીરની વૃદ્ધિ ન થવાની સમસ્યા સાથે બાળકોનું આ વિભાગમાં ચોક્કસ નિદાન કવામાં આવે છે. આ સિવાય મગજની તકલીફ હોવી, આંચકી આવવી કે પેરાલિસિસની સમસ્યાનું પણ નિદાન કરવામાં આવે છે. આ સિવાય પ્રસુતિ બાદ કરવામાં આવતી નવજાત શિશુની વેક્સિનેશન પ્રક્રિયા પણ પીડીયાટ્રીક વોર્ડમાં કરવામાં આવે છે. જે સુવિધા સોમવાર અને ગુરૂવારના રોજ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. હાલના સમયમાં વોર્ડમાં લગભગ 12 જેટલા બેડ ઉપલબ્ધ છે. જેમાં આઈ.પી.ડી.ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જે બાળકોને દાખલ કરવા જરૂરી છે તે બાળકો દ્વારા ઓ.પી.ડી. અથવા તો ઇમરજન્સી વિભાગમાંથી આઇ.પી.ડી.માં દાખલ કરવામાં આવે છે. બાળકોની મગજ સંબંધિત બીમારીઓ માટે અલગથી તેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ ઉપલબ્ધ છે. પીડીયાટ્રીક વિભાગમાં બાળકો સંબંધિત દરેક પ્રકારની બીમારીનું નિદાન કરવામાં આવે છે.

સપ્તાહના બે દિવસ નવજાત શિશુની વેક્સિનેશન પ્રક્રિયા માટે

પ્રસુતિ બાદ કરવામાં આવતી નવજાત શિશુની વેક્સિનેશન પ્રક્રિયા પણ પીડીયાટ્રીક વોર્ડમાં કરવામાં આવે છે. જે સુવિધા સોમવાર અને ગુરૂવારના રોજ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. હાલના સમયમાં વોર્ડમાં લગભગ 12 જેટલા બેડ ઉપલબ્ધ છે. જેમાં આઈ.પી.ડી.ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જે બાળકોને દાખલ કરવા જરૂરી છે તે બાળકો દ્વારા ઓ.પી.ડી. અથવા તો ઇમરજન્સી વિભાગમાંથી આઇ.પી.ડી.માં દાખલ કરવામાં આવે છે. બાળકોની મગજ સંબંધિત બીમારીઓ માટે અલગથી તેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પણ ઉપલબ્ધ છે. પીડીયાટ્રીક વિભાગમાં બાળકો સંબંધિત દરેક પ્રકારની બીમારીનું નિદાન કરવામાં આવે છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ તેનો લાભ જરૂરથી મેળવવો જોઈએ.

આધુનિક કેમેરા થકી અન્નનળી અને જઠરનું જટીલ ઓપરેશન બન્યું સરળ\

એઈમ્સ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં હરસ, મસા, સારણગાંઠ, ડાયાબિટીસને લગતી બીમારીઓ, વેરીકોઝવેન, અલ્સર આ ઉપરાંત નાની કેન્સરની ગાંઠો આ દરેક બીમારીઓનું ચોક્કસ નિવારણ કરવામાં આવે છે. એઇમ્સ રાજકોટના અન્ય વોર્ડની જેમ સર્જરી વોર્ડ પણ અતિ આધુનિક છે.

હવે હરસ, મસા, સારણગાંઠના ઓપરેશન સરળ

જનરલ સર્જરી વિભાગમાં હરસ, મસા, સારણગાંઠ, ડાયાબિટીસને લગતી બીમારીઓ, વેરીકોઝવેન, અલ્સર આ ઉપરાંત નાની કેન્સરની ગાંઠો આ દરેક રોગોનું ઉત્તમ નિદાન એઈમ્સમાં સરળતાથી શક્ય બન્યું છે. આ ઉપરાંત સારણગાંઠ, વગરાવળ અને કેન્સરની ગાંઠનું ઓપરેશન સર્જરી વિભાગમાં કરવામાં આવે છે

ન્યુનત્તમ દરે મેળવો શ્રેષ્ઠ ઈલાજ: ડો.મિનેશ સિંધલ (આસિસ્ટન્ટ પ્રોફેસર)

ડોક્ટર જણાવે છે,કે જનરલ સર્જરી વિભાગમાં ઓ.પી.ડી., આઈ.પી.ડી. અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં દરરોજના 150 જેટલા દર્દીઓ સર્જરી વિભાગમાં સારવારનો લાભ લે છે. ઓ.પી.ડી.માં હરસ, મસા, સારણગાંઠ, ડાયાબિટીસને લગતી બીમારીઓ, વેરીકોઝવેન, અલ્સર આ ઉપરાંત નાની કેન્સરની ગાંઠો આ દરેક રોગોનું ઉત્તમ નિદાન એઈમ્સમાં સરળતાથી શક્ય બન્યું છે. આ ઉપરાંત સારણગાંઠ, વગરાવળ અને કેન્સરની ગાંઠનું ઓપરેશન સર્જરી વિભાગમાં કરવામાં આવે છે. ખાસ કરીને અન્નનળી અને જઠરનું નિદાન એક નાના કેમેરા થકી જનરલ સર્જરી વોર્ડમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વોર્ડમાં આઈ.પી.ડી. સેવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં ન્યૂનતમ દરે ઈલાજ કરવામાં આવે છે. જેથી સૌરાષ્ટ્રવાસીઓએ આ સુવિધાનો લાભ લેવો જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.