ચૂંટણી ટાણે જ હાલાકીથી લોકોમાં રોષ

ખંભાળીયામાં રસ્તાઓની અડચણથી રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. પૂર્વ પ્રિન્સીપાલે પાલીકાએ રજૂઆત કરતા હોવા છતાં પગલા નહી લેવાતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકયો છે.

ખંભાળીયા શહેરી વિસ્તારમાં આચાર સંહિતા જાહેર થઈ એ પહેલા જ અહીંના મેઈન માર્ગો પર ધડાધડ સીસી માર્ગો નિર્માણ કરવામાં આવ્યા છે.પરંતુ બાંધકામના પ્રારંભથી જ સમાનના દિવસો પછીએ અનેક દિવસો સુધી જેતે અડચણો જેમ તેમ રાખી દેવામાં આવી અને દિવસો સુધી માર્ગો પૂન: શરૂ કરવા નહી જેવી બેદરકારીથી રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. પૂર્વ પ્રિન્સીપાલે વારંવાર રજૂઆતો કરી હતી પરંતુ પાલીકા દ્વારા સંતોષ પૂર્વક કામગીરી કરવામાં ન આવવાથી આ પરાકાષ્ઠામાં કોઈ ચોકકસ રાહત થઈ નથી.

પાલીકા દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો નગર ગેઈટ જોધપૂર ગેઈટ, પોલીસ સ્ટેશન માર્ગ, ગર્લ્સ હાઈસ્કુલ માર્ગ વિગેરે માર્ગોને ધડાધડ ખોદી નાખવામાં આવ્યા હતા અને એકાએક જ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. અને તત્કાલીકપણે ડામર માર્ગોને ખોદી સીસી માર્ગો બનાવવામાં આવ્યા હતા.માર્ગોના પ્રથમ છેડેથી અંતિમ છેડા પર કાંકરી રેતી, ઈટોના ઢગલા તથા અડચણો ગોઠવવામાં આવતી હતી જે કામો પૂરા થઈ ગયા બાદના અનેક દિવસો પણ દૂર કરવામાં બેદરકારી દાખવવામા આવતા.

રાહદારીઓને મેઈન માર્ગો બદલી ખૂબ ખૂબ લાંબા લાંબા ચકકર કાપવા પડતા હતા. ઉપરાંત વેરાન થતી રેતી તથા કાંકરીથી અકસ્માત થવાની દહેશત રહે છે. આવી પરાકાષ્ઠા નિવારવા અત્રેનાં પૂર્વ પ્રિન્સિપાલ જે.કે.જોષી દ્વારા પાલીકામાં વારંવાર રૂબરૂ મળી આકરા તેવર સાથે રજૂઆત કરવામાં આવવા છતા સંતોષકારક કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.