કોન્ટ્રાકટરોનું નામ બ્લેક લિસ્ટમાં મુકવાને બદલે તેમને રોડનો કોન્ટ્રાકટ આપી દેવાતા પ્રજાજનોમાં રોષ
ભુજ નગરપાલિકા દ્વારા ભર ચોમાસે માર્ગ ખોદકામના કાર્યથી રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડે છે. કોન્ટ્રાકટરોનું નામ બ્લેક લિસ્ટમાં મૂકવાને બદલે તેમને રસ્તાઓના કોન્ટ્રાકટ આપી દેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. અને સત્તાધીશો સામે લોકોને શંકા ઉપજી છે.
શહેર ખાતે નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા ગ્રહણ ટાણે જ સર્પ કાઢીને બેઠા હોય છે તેવો તાલ સર્જાયો છે કેમકે ભરચોમાસે જે વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે ત્યાં થીગળા મારવાને બદલે અન્ય ભરચક ૨૪ કલાક ધમધમતા રસ્તાઓ ઉપર ખોદકામ ચાલુ કરી દેવાયું છે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમાં છઠ્ઠીબારી રીંગરોડ હોય કે ભીડ વિસ્તાર અથવા તો હોસ્પિટલ રોડ આવા વિસ્તારોમાંથી અમુક વિસ્તારોમાં ચોમાસાની સિઝનમાં ખોદકામ કરી રાખી દેવાયુ છે જોકે આમ પ્રજાજનો ના કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત બિસ્માર જ છે પરંતુ ચોમાસા ટાંકણે ભુજ નગરપાલિકા દ્વારા ખોદકામ કરવું કેટલું યોગ્ય ગણી શકાય તેમ છે જોકે અગાઉ પણ છઠ્ઠીબારી રોડથી સ્ટેશન રોડ સુધીના રસ્તાઓ આઠ કરોડના ખર્ચે ત્રણેક વખત બન્યા છે પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરનું નામ બ્લેક લિસ્ટ માં નાખવા ને બદલે તેઓના નામે જ રસ્તાઓના કોન્ટ્રાક્ટ આપી દેવાતા હોય છે જેથી કરી લોકોમાં સત્તાધીશો સામે શંકાની સોય તકાઈ રહી છે જે સ્વાભાવિક ગણી શકાય છે પરંતુ ક્યારેક ગટરના પાઇપલાઇન નામેં તો ક્યારેક પાણીની પાઇપલાઇન નામે ચોમાસામાં રસ્તાઓ ખોદવા કેટલા યોગ્ય ગણી શકાય તેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.