- ચાલીને મંદિરે દર્શન કરવા જતી વેળાએ કાળનો કોળીયો બનતા પરિવારમાં કલ્પાંત: કાર ચાલકની શોધખોળ
શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોમાં એકા-એક વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વધુ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રણુજા મંદિર પાસે રહેતા વૃઘ્ધ આજે સવારના સમયે ચાલીને મંદીરે દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. તે વેળાએ પુરપાટ ઝડપે આવતી કારે તેને હડફેટે લેતા ગંભીર અકસ્માત સજાર્યો હતો. આ અકસ્માતમાં વૃઘ્ધને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનું મોજ ફળી વળ્યું હતું.બનાવની મળતી માહીતી મુજબ રણુજા મંદિર પાસે આવેલી રૂષી પ્રસાદ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નથુભાઇ મારુ નામના વૃઘ્ધ આજે સવારના સમયે પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરમાં દર્શન માટે જઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા કાર ચાલકે તેને ઠોકર મારતા ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તેઓ હોસ્પિટલે દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. હાલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.