સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસને નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારી એ મીટીંગ માં સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ દવારા પેડલ સેનેટાઈઝર જિલ્લા પંચાયતને અર્પણ કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ખાસ કરી ગઇ કાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૫ પોઝીટીવ કેસો સામે આવતા જિલ્લા માં ચકચાર મચી જવા પામ્યો છે.ત્યારે અનેક વર્ષો થી સેવાકીય કામો માં આગળ પડતું જિલ્લા માં સ્થાન ધરાવતી લાયન્સ ક્લબ દવારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માં પેડલ સેનેટાઇજર મસીન એનાયત કરવા માં આવ્યું હતું.

સુરેન્દ્રનગર માં વધતા જતા કોરોના કેસ ને નિયંત્રિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હુડ્ડાસાહેબે મિટિંગ બોલાવી હતી.ત્યારે તે સમયે લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ વ્યાસ , અમિતભાઈ વોરા, હિતેશભાઈ કાગડા, ઉદયનભાઇ, દવેદેવાંગભાઇ રાવલ, લીયો પ્રમુખ પ્રણવ દવે, લીયો રૂદ્ર વ્યાસ તરફથી પેડલ સેનેટાઈઝર જિલ્લા પંચાયત ને અર્પણ કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.