ઉહાપો થતા અધિકારીઓ ગોડાઉનને તાળા મારી ચાલતી પકડી ગુજકોટ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવાઈ
જેતપુરના પેઢલા ખાતે આવેલ મગફળીના ગોડાઉનમાં રાખેલ ટેકાના ભાવની કરોડો રૂપિયાની મગફળી ની ગુણો માં કાંકરા તેમજ ધૂળ નીકળતા વેપારીએ હોબાળો મચાવતા મામલો બીચકયો હતો
જેતપુરના પેઢલા ગામે આવેલ જયશ્રી એક્સપોર્ટ ના ગોડાઉનમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અહીં રાખવામાં આવેલ હતી.વેપારીઓ દ્વારા મગફળી ખરીદી માટે આ ગોડાઉનમાં બે વિભાગ હોઈ જેમાં વેપારીઓ ને નાફેડના સ્ટાફ દ્વારા પાછળ ના ભાગે આવેલ ગોડોઉન માં રહેલ મગફળી બતાવામાં આવેલ અને વેપારીઓ દ્વારા ગત ૧૭ ના રોજ મગફળી ખરીદનાર વેપારી દ્વારા ઓન લાઈન ભાવ ભરી પૈસા દેવામાં આવેલ હતા અને ત્યારબાદ ટ્રક હડતાલ ને કારણે વેપારીઓ આ મગફળી ભરી શક્ય ન હતા અને આજ રોજ જ્યારે આ મગફળી ભરવાનો છેલ્લા દિવસ હોઈ તમામ વેપારીઓ પોતે ખરીદ કરેલ મગફળી લેવા માટે આવ્યા ત્યારે ત્યાં હાજર રહેલા અધિકારીઓ એ જે માલ બતાવેલ હતો તેને બદલે આગળના ભાગે આવેલ ગોડાઉનમાં રહેલ મગફળી ખરીદવા માટે વેપારીઓને દબાણ કરવામાં આવેલ હતું એ અંગે વેપારીઓને શંકા જતા તેને મગફળીની ગુણી તોડી ને તપાસ કરતા તેમાંથી કાંકરા તેમજ ધૂળ જોવા મળતા વેપારીઓએ ઉહાપો બોલાવતા નાફેડના અધિકારીઓ આ ગોડાઉન ને તાળા મારી વહેતી પકડી હતી
આ મગફળીના ગોડાઉનમાં ૧૦૯૦૦૦ ગુણી મગફળી જેનો અંદાજીત વજન ૩૮૧૫ ટન થાય છે અને જેની કિંમત ૧૭ કરોડ ૧૬ લાખ ૭૫ હજાર જેવી કિંમત અંદાજવામાં આવેલ છે
નાફેડ દ્વારા જે મગફળી ખરીદી કરવામાં તેની બોરી હંમેશા મશીન થી સિલાઈ કરવામાં આવે છે જ્યારે આ ગોડાઉનમાં રહેલ બોરીમાં ખેડૂત જે રીતે હાથ સિલાઈ કરવામાં આવે છે તે જોવા મળતા વિપરીઓને દ્રઢ શંકા ઉભી થઇ હતી
એક ગુણ માં ૩૫ કિલો મગફળી હોઈ છે જેમાં ૨૨ કિલો જેટલા કાંકરા તેમજ માટી જોવા મળતા અમે માલ સ્વીકારવાની ના પાડતા તેમને પરાણે માલ લેવા માટે દબાણ કર્યું અને અધિકારી ટીલવા જણાવ્યું કે આજ માલ લેવો પડશે બીજો કોઈ માલ નહિ મળે તેમજ તેમને કહ્યું કે અમને ઉપર થી સૂચન છે આજ માલ મળશે તેંથી અમે વિડિઓ શુટિંગ કર્યું અને હોબાળો મચાવ્યો
જેતપુરના પેઢલા ખાતે આવેલ મગફળીના ગોડાઉનમાં મગફળીની ગુણીમાં કાંકરા તેમજ ધૂળ નીકળતા વિપારીઓ દ્વારા હોબાળો કરાયો અને નાફેડના અધિકારી ઓ ગોડાઉનને તાળા મારી ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી આ અંગે ગુજકેટ ના સૌરાષ્ટ્ર ઝોન વેર હાઉસ મેનેજર દ્વારા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
ગુજકેટ દ્વારા મગફળી જ્યંથી આવી છે જેમાં જૂનાગઢ જિલ્લાના માળીયા હાટ્ટીના ધનેજ સેવા સહકારી મંડળી પ્રમુખ તેમજ મંત્રી ,સેન્ટર ઉપરના જવાબદાર ગુજકોટ ના અધિકારી, વેર હાઉસ મેનેજર, થર્ડ પાર્ટી ઇન્સ્પેસન કે જેને મગફળી નું પ્રમાણપત્ર આપેલ છે તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે
આ સમગ્ર મામલે ૠજઠઈ નું ગોડાઉન હોઈ તેની રાજ્ય સરકારની જવબદારી થાય છે
આ મગફળી ગઈ તા.૨૭.૧૦.૧૭ ના રોજ ખરીદ કરી અહીંના ગોડાઉન ખાતે રાખવાના આવેલ છે. હાલ આ ગોડાઉન માં ૩૧ હજાર બોરી જેની કુલ કિંમત ૪,૫૭,૨૫,૦૦૦ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
પેઢલા ગોડાઉનમાં રહેલી મગફળીમાં ગેરરિતી જણાશે તો કડક પગલા લેવાશે
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં થયેલા ભ્રષ્ટાચારની વિગતો સમયાંતરે બહાર આવતી રહે છે. જેતપૂર પાસેના પેઢલા ગામે આવેલા જયશ્રી ઈન્ટરનેશનલ નામના ખાનગી ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીના જથ્થામાં પણ મોટા પ્રમાણમાં માટી હોવાનો રહસ્યોફોટ થવા પામ્યો હતો. જેથી બચાવની ભૂમિકામાં આવી ગયેલી રાજય સરકાર દ્વારા આ બનાવની તપાસ કરવા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને હૂકમો કર્યા છે.
જેથી, જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતુ કે નાફેડ દ્વારા ભાડે રખાયેલા આ જયશ્રી ઈન્ટરનેશનલના ગોડાઉનમાં ૩૦ હજાર જેટલી બોરી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ મગફળી જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ધનેજ ગામની સહકારી મંડળી દ્વારા ખરીદ કરવામાં આવી હતી. આ મગફળીની બેરીમાં મોટા પ્રમાણમાં માટી અને કાંકરા હોવાની વેપારીઓએ ફરિયાદ કરી છે.
આ અંગે નાફેડના અધિકારીઓને ફરિયાદ કરવા કહેવામાં આવ્યું છે તેમની ફરિયાદ બાદ રાજકોટ એસ.પી.ને સાથે રાખીને જિલ્લા વહીવટી તથા પોલીસ તંત્ર બંને દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે.અને મગફળીમાં માટી નીકળશે તો આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવીને ડો. ગુપ્તાએ આ અંગે જરૂર પડયે જૂનાગઢ જિલ્લામાં પણ તપાસ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતુ.
આ ગોડાઉનમાં રખાયેલી મગફળી સાથે કોઈ વ્યકિતઓ ચેડા ન કરે તે માટે હાલ ગોડાઉનને નાફેડના અધિકારીઓ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે. તેમ ડો. ગુપ્તાએ અંતમાં જણાવ્યું હતુ. આ પ્રેસ કોન્ફરન્સમાં એસ.પી. બલરામ મીણાએ પણ ઉપસ્થિત રહીને આ સમગ્ર કૌભાંડમાં સત્ય બહાર આવશે તો કડક પોલીસ તપાસ હાથ ધરાશે. તેમ જણાવ્યું હતુ.