અધિકારીઓની ગેરહાજરીમાં તેમના મળતીયાઓ મગફળી ખરીદી કરતાં હોવાનો ખેડુતોનો આક્ષેપ
ઇડર સહકારી જિન માં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મગફળી રિજેક્ટ કરતા હોબાળો સર્જાયો હતો જ્યારે આપણે વાત કરીએતો ઇડર તાલુકાના ખેડૂતો દ્વારા છેલ્લા બે થી ત્રણ મહિના અગાઉ રજિસ્ટ્રેશન કરાવવામાં આવેછે જ્યારે જેમજેમ ખેડુતો ના રજીસ્ટ્રેશન પ્રમાણે મગફળી ભરાવવા નંબર આવતા હોય તે પ્રમાણે ખેડૂતો દૂરદૂરથી ગામડાઓ માંથી વહેલી સવારથી કડકડતી ઠંડીમાં લાઈનો લગાવી પોતાનો પરસેવો પાડી પકવેલ મગફળીનો પાક લઈ ઇડર સહકારી જિનમાં ભરાવવા આવતા હોય છે જ્યારે ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મગફળીમાં આવતા ઢેફા, ડાખરી અને અન્ય કચરો થ્રેસરમાં સાફ કરાવી ને ઇડર સહકારી જિનમાં ભરાવા આવતા હોય છે ત્યારે ત્રણ મહિના થી મગફળી સંગ્રહ કર્યો હોવાથી મગફળી માં ફુદી અને ઈયળ સામાન્ય રીતે પડતી જોવા મળતી હોય છે ત્યારે સહકારી જીન ઇડર ખાતે હાજર નાફેડના અધિકારી અને કહેવાતા કર્મચારીઓ દ્વારા મગફળી ભરાવવા આવેલ ખેડૂતો ના ટ્રેકટર રિજેક્ટ કરવામાં આવતા ખેડતોઓ હોબારો કર્યોહતો જ્યારે આ બાબતે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતાકે નાફેડના અધિકારી હાજર રહેતા નથી અને તેમના મળતીયાઓ મારફતે મગફળી ની ચકાસણી કરવામાં આવે છે જે મળતીયાઓને આ વિશે કોઈજ પૂરતું જ્ઞાન હોતું નથી તેમ છતાં ખેડૂતોની મગફળી રિજેક્ટ કરેછે તેમજ વજન માં પણ ગાલમેલ કરવામાં આવેછે એક બોરી માં ૩૦ કિલો નું પેકીંગ હોય છે અને બારદાન નું વજન ૯૦૦.૭ ગ્રામ હોય છે બારદાન સાથે ૩૦.૯૦૭ ગ્રામ હોય છે ત્યારે ગોડાઉ ઇન્ચાર્જ દ્વારા ૩૧.૪૦ કિલો બારદાન ભરવામાં આવે છે ત્યારે ખેડૂતોના ખિસ્સામાંથી આ સરકારી બાબુઓ દ્વારા આડકતરી રીતે વજન કાપી ને પોતાના ખિસ્સામાં વજન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે નાફેડના અધિકારીઓ દ્વારા મગફળી રિજેક્ટ કરી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવતા ખેડૂતો દ્વારા સહકારી જિન ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો.
જ્યારે ખેડૂતોની કહેવાતી સરકારમા આજે ખેડૂત લાચાર બની બેઠો છે ખેડૂત પોતાની લાચારી અનુભવી હતાશ થઇ દેવાદાર અને પાયમાલ થઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતોની કહેવાતી સરકાર દ્વારા ખાલી મોટામોટા બણગાં ફેંકી રહી હોય તેમ લાગી રહ્યું છે જો અહીં ઇડર સહકારી જિનમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મગફળી ખરીદી મુદ્દે ઊંડાણ પૂર્વક તપસ કરવામાં આવેતો મસમોટો ગફલો બહાર આવેતેમ છે.