કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુત સંમેલન યોજાયું
ભારત કૃષિ પ્રધાન દેશ છે. ત્યારે આર્થિક પડકારો વચ્ચે વિકસતુ ક્ષેત્ર કૃષિ જ છે કોરોના કાળમાં પણ અર્થતંત્રને બેઠુ કરવામાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવક વધારવા સરકાર હંમેશ પ્રયત્નશીલ રહી છે. ત્યારે કૃષિ બિલનો વિરોધ ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આ પરિસ્થિતિને થાળે પાડવા તેમજ ગુજરાતનાં ખેડુતોને કૃષિ બિલની સાચી સમજણ આપવા કેશોદ ખાતે પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ખેડુત હિત સંમેલન યોજાયું હતુ.
કૃષિ બિલ અંગે મંચ સ્થાન થી ખેડુતો ના હિતમાં કૃષિ બીલ હોવાનું મંચ પરથી પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોએ અપીલ કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો ના આંદોલન ને લઈ વિરોધી પાટીેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે ત્યારે આજના ખેડૂત સંમેલનમાં ભાજપના તમામ વકતાઓએ એકજ સુરમાં વાત કરી હતી કે ખેડુત આંદોલન એ ખોટી દિશામાં ચાલી રહીયુ છે ત્યારે આ કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે અને જેનાથી કોઈ ખેડુત ને નુકશાન નથી ઉલ્ટાનું ખેડૂતો માટે આ બિલ ફાયદા કારક છે તેમ આજના ખેડુત સંમેલનમાં તમામ ભાજપ ના નેતા એ એક સુરમાં વાત કરી હતી અને આજનું ખેડુત સંમેલન ખેડૂતો આંદોલન થી છેટા રહે અને ગુજરાત ના ખેડૂતો આંદોલનમાં ન જોડાઈ તે માટે ની વાત કરવા માટે નું સાબિત થયું હતું જેમાં ખેડૂતો ઓછા અને ભાજપ ના કાયેકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.