ભારે વરસાદથી ખેત ઉત્પાદનને નુકસાની; ખેડૂતોની ‘પડયા ઉપર પાટું’ જેવી સ્થિતિ
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં બબાલ થતા ખેડૂતો રોષે ભરાયા ટેકાના ભાવ ખરીદી સહાયરૂપ બને તેવી ખેડૂતોની માંગ
ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે સોરઠ પંથકમાં ખેત ઉત્પાદનમાં ભારે નુકસાની થઈ હતી તેના પગલે રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદી માં ઓછી ગુણવત્તા હોય તોપણ ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લામાં માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં તેમજ ભરતીને લઈને ખેડૂતો માં રોષ જોવા મળ્યો હતો. મગફળી રીજેકટ થતા સોરઠ પંથકમાં ઠેર ઠેર ખેડૂતોએ બબાલ કરી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં મગફળી રીજેકટ અને ભરતીને લઈને વિવાદ થતા ખરીદી બંધ કરાય હતી. ખેડૂતોએ એક કલાક સુધી જૂનાગઢ રોડપર ચક્કાજામ કરીને વાહનો અટકાવી દેતા પોલીસ દોડી આવી હતી.
બીજી બાજુ વંથલી તાલુકામાં પણ ખેડૂતોની મગફળી રીજેકટ થતા વંથલી મામલતદારને લેખીત ફરિયાદ નોંધાવી ખેડૂતો મામલતદાર કચેરીને બહાર ધરણા પર બેસી ગયા હતા. અત્રે ઉલેખ્ખનીય છે કે ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે ખેડૂતો માટે પડયા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાય છે. આ બાબતે સરકાર તાત્કાલીક ધોરણે ઘટતું કરી ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને સહાયરૂપ બને તેવી માંગ ઉઠવા પામી છે.
કેશોદ: હાઈવે પર રોષપૂર્ણ ચક્કાજામ
કેશોદ માકેટીંગ યાર્ડમાં ટેકા ના ભાવે ખરીદી હાલમાં ચાલુ છે પરંતુ ગયકાલે ખેડૂતો માલ લાવ્યા હતા અને ખરીદી કરવામાં આવી ન હતી અને અમુક ખેડૂતો નો માલ રિજેક્ટ કરતાં ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો અને સિતેર એશી ખેડૂતો આ મુદ્દે જુનાગઢ કેશોદ હાઈવે રોડ પર રસ્તા પર બેસી ગયા હતા અને એકાદ કલાક બાદ પોલીસ ની સમજાવટ બાદ ખેડૂતો શાંત થયા હતા અને મામલો થાણે પડીયો હતો આમ એક બાજુ ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડમાં લઈ આવે ત્યારે કા ખરીદી બંધ થઈ જાય છે અથવા તો માલ રિજેક્ટ કરી દેવામાં આવતો હોવાથી આ પ્રશ્ર્ને લઈ અવાર નવાર બબાલ થતી જોવા મળે છે (તસવીર: પ્રકાશ દવે-કેશોદ)
વંથલી: મામલતદાર કચેરીએ ખેડૂતોના ધરણા
વંથલી તાલુકાના ખેડૂતો સાથે મળી વંથલી મામલતદાર પડ્યા ને લેખિત ફરિયાદ આપી મામલતદાર કચેરીની બહાર જ ધરણાં પર બેસી ગયા હતા. આ ઘટનામાં આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર ભાજપની હોય અને જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પતિ પ્રવીણ ભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા સુઈ અને સરકારી તંત્રને રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે કુદરતે જગતના તાતને થપાટ મારી હોય ત્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોને બચાવવા ના બદલે અધિકારીઓ દ્વારા પડ્યા પર પાટુ મારી જગતના તાતની મશ્કરી કરી રહ્યા હોય તેવો અહેસાસ સુરત પંથકના ખેડૂતોના થઈ રહ્યો છે આ બાબતે રાજ્ય સરકાર તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી થોડી ઓછી ગુણવત્તા વાળી મગફળીને પણ ટેકાના ભાવે ખરીદી ખેડૂતોને સહાયરૂપ બને તીવ્ર માંગ લોકોમાંથી ઉઠી રહી છે.