રાજકોટ માકેટીંગ યાર્ડમાં દિનપ્રતિદિન નવી મગફળી અને કપાસની વધી રહી છે. ત્યારે આજે રાજકોટ બેડી યાર્ડમાં સીઝનની નવી મગફળીની સૌથી વધુ 80 ગુણીની આવક તો કપાસની 40000 મણની આવક થવા પામી છે.
સરકાર આગામી લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે ત્યારે ખેડુતો ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ઓપન બજારમાં સારા ભાવ મળી રહેતા પુષ્કળ માત્રામાં મગફળી ઠાલવી રહ્યાં છે.
ચાલુ વર્ષે ખેડુતોને કપાસ-મગફળીના સરેરાશ સારા ભાવ ઉપજી રહ્યા છે. જેમાં આજરોજ મગફળીના પ્રતિમણના ભાવ રૂ. 900 થી 1150 સુધી બોલાયા હતા તો કપાસના પ્રતિમણના રૂ. 12પ0 થી લઇ 1670 સુધીના ભાવ ખેડુતોને ઉપજયાં છે.