અમેરિકાના વિદ્યાર્થીઓને હંફાવી કેલીફોર્નિયાની સાન્ટા કાર્લામાંથી ફાયનાન્સ એન્ડ ઓપરેશનમાં એમબીએની ડિગ્રીમાં ૧૫માં ક્રમે ઉર્તિણ

ગુજરાતમાં એક બહુ જ પ્રસિધ્ધ કહેવત છે કે ‘મોરના ઈંડાના ચિતરવા ન પડે’ ‘અબતક’ મીડિયાના ઓનર અને મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતાની લાડકવાયી દિકરી જીતાંશીબેને આ કહેવતને સાર્થક કરી બતાવી છે. નાનપણથી અભ્યાસમાં અતિકુશળ એવા જીતાંશીબેને તાજેતરમાં અમેરિકાના કેલીફોર્નિયામાં આવેલી વિશ્ર્વ પ્રસિધ્ધ સાન્ટા કાર્લામાંથી ફાયનાન્સ એન્ડ ઓપરેશનમાં એમબીએની ડિગ્રી હંસલ કરી છે. તેઓએ ૧૫માં ક્રમે ઉર્તીણ થઈ સફળતાના શીખરોસર કરતા મહેતા પરિવારમાં અપાર ખૂશાલીનું મોજૂ વ્યાપી ગયું છે.

જીતાંશીબેન નાનપણથી જ અભ્યાસમાં ખૂબજ કુશળ હતા તેઓએ ઈલેકટ્રોનીક એન્ડ કોમ્યુનીકેશનમાં બીટેકની ડિગ્રી હાંસલ કર્યા બાદ એમબીએના અભ્યાસ માટે અમેરિકા જવાની ઈચ્છા વ્યકત કરી પોતાની લાડકવાયી દિકરીના પડયા બોલ જીલતા સતિષભાઈ મહેતાએ જીતાંશીબેનની આ વાતને પણ સહર્ષ સ્વીકારી લીધી અને કાળજા કેરા કટકા સમી સુપુત્રીને સાત સમંદર પાર અભ્યાસ કરવા મોકલી પરિવારથી અલગ રહી વિદેશમાં અભ્યાસ કરવો એક મોટો પડકાર હતો અને તેમાં પણ તમામની અપેક્ષાઓ પણ સવાયું ખ‚ ઉતરવું તે તેના કરતા પણ વધુ મુશ્કેલ વાત હતી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાતને જાણે જીતાંશીબેને બરોબરની પકડી લીધી હોય તેમ તાજેતરમાં અમેરિકાના કેલીફોર્નિયાની પ્રસિધ્ધ સાન્ટા કાર્લા યુનિવર્સિટીમાં લેવાયેલી એમબીએની પરિક્ષામાં ફાયનાન્સ એન્ડ ઓપરેશનમાં ૧૫માં ક્રમે ઉર્તીણ થયા છે.

જીતાંશીબેને અમેરિકામાં સફળતાનું ખેડાણ કરતા મહેતા પરિવારમાં ખૂશાલીનો માહોલ છવાયો છે. ‘અબતક’ પરિવાર પણ ઝૂમી રહ્યું છે. જીતાંશીબેન સફળતાના શિખરો સર કરે તેવી શૂભ કામનાઓની હેલી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.