રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે રૈયાધાર વિસ્તારમાં ટીપીનો રોડ ખુલ્લો કરાવવા ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ અને વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાના વિરોધ બાદ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલીશન પૂર્ણ યું હતું. વધુ કપાત તી હોય અસરગ્રસ્તોને બીએસયુપી યોજના અંતર્ગત આવાસ ફાળવવામાં આવશે.
રૈયાધાર ી આલાપ ગ્રીન સિટી સુધીનો ટીપી રોડ ખુલ્લો કરાવવા માટે ડિમોલીશનની કામગીરી હા ધરવામાં આવી હતી.જેનો સનિક લોકો અને કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ કોર્પોરેશનની વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોંગી અગ્રણી જશવંતસિંહ ભટ્ટીના આગેવાનોએ વિરોધ કર્યો હતો. સનિક લોકો રસ્તા પર ટ્રેકટર રાખી ડિમોલીશનની કામગીરી અટકાવી હતી. કોંગી અગ્રણીઓએ એવી માગણી કરી હતી કે, ટીપી રોડ પહોળો કરવા માટે જે લોકોની મિલકત કપાતમાં જાય છે. તેઓને આવાસની ફાળવણી કરવામાં આવે. દરમિયાન ટીપી શાખાના સ્ટાફે એવી સ્પષ્ટતા કરી હતી કે, જે આસામીઓની ૬૦ ટકાી વધારે કપાત તી હોય તેવા મિલકતના અસરગ્રસ્તોને બીએસયુપી યોજના અંતર્ગત આવાસ ફાળવવામાં આવશે. આ બાંહેધરી બાદ ડિમોલીશન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ યું હતું.
ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ નં.૨૨ રૈયા ડ્રાફટ દ્વારકેશ પાર્કપાસેી પસાર તા ૧૫ મીટરના ટીપી રોડ ખુલ્લો કરાવવા માટે ત્રણ વર્ષ પૂર્વે કલમ ૪૮-ક હેઠળ નોટિસ ફટકારી જમીનનો કબજો સોંપવા જણાવ્યું હતું. ત્યારબાદ તા.૨૭-૧૨-૨૦૧૨ અને ૧-૪-૨૦૧૭ના રોજ જમીનનો કબ્જો સ્વૈચ્છીક રીતે સોંપવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં દબાણ દૂર ન તા આજે વેસ્ટઝોનના આસી. ટાઉન પ્લાનર વી.સી.મુંધવા, પી.ડી.અઢીયા અને આર.એન.મકવાણા સહિતના ટીપીના સ્ટાફ વિજીલન્સ પીઆઈની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હા ધરવામાં આવી હતી. જેમાં રૈયાધારી આલાપ ગ્રીન સિટી સુધીનો ૧૫ મીટર રોડ ખુલ્લો કરાવવા માટે ૨૬ આસામીઓને અંદાજે ૩૦૦ મીટર લંબાઈનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને આશરે ૪ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતું કે, દબાણ દૂર તા આગામી દિવસોમાં બીએસયુપી ઈન્દિરાનગર આવાસ યોજનાના ભૂગર્ભના જોડાણ માટે ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી શ‚ કરવામાં આવશે. આ ઉપરાંત આજે ટીપી સ્કીમ નં.૨૧ મવડીના ફાઈનલ પ્લોટ નં.૩૫/સી તા ટીપી સ્કીમ નં.૧૪ વાવડીના ફાઈનલ પ્લોટ નં.૨૬/બીમાં એસઈડબલ્યુએસ હેતુના અનામત પ્લોટમાં સ્લેબ લેવલ સુધીના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે