કોરોના લોકડાઉનમાં કેશોદ શહેરમાં શરૂઆતથી જ અવાર-નવાર વિવાદો વકર્યા હતા અને આવા બનાવોથી જૂનાગઢ જિલ્લાના અધિકારીઓને પરિસ્થિતિને થાળે પાડવા દોડીને કેશોદ શહેરમાં આવવું પડતું હતું. તાજેતરમાં કેશોદ શહેરમાં પી.આઈ. તરીકે માંગરોળ મરીનમાંથી રાઠોડ તથા પી.એસ.આઈ. તરીકે ભેંસાણથી ચુડાસમાને કેશોદનો ચાર્જ સોંપવામાં આવતા આ બંને અધિકારીઓની કુનેહભરી કામગીરીથી હાલમાં કેશોદ શહેરમાં સંપૂર્ણ પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી અને લોકડાઉન-૪ શરૂ થયા બાદ કોઈ જ અઘટિત બનાવ બનવા પામ્યો ન હતો અને પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી ગઈ છે ત્યારે જિલ્લા કક્ષાના વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.