૧૦ મહિના સુધી આમને-સામને રહેલી સેનાની સમજુતીથી પીછેહઠ કરવાનો નિર્ણય
ભારત અને ચીનની સરહદે શાંતિપૂર્ણ વાતાવરણ બની રહ્યું છે. ભારત અને ચીનની સેના પીછેહઠ કરી રહી છે. ચીનની સરકારે બુધવારે દાવો કર્યો છે કે લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ ક્ધટ્રોલ(એલએસી) પર ભારત સો ૯ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવી ગયો છે. ચીનના જણાવ્યા પ્રમાણે બુધવારે બન્ને દેશના સૈનિકો એક સાથે પરત ફરવાની શરૂઆત કરી દીધી છે. જોકે, ભારત તરફથી આ મુદ્દે કોઈ જ નિવેદન આવ્યું નથી. આ અગાઉ ચીનના મીડિયાએ દાવો કર્યો હતો કે પેંગોંગ સરોવરના દક્ષિણ તથા ઉત્તર વિસ્તારોમાંથી ભારત-ચીનની સેનાએ ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ચીનના મિનિસ્ટ્રી ઓફ ડિફે્સના પ્રવક્તા વૂ કિયાને કહ્યું હતું કે, ચીન અને ભારત વચ્ચે યોજાયેલી ૯માં તબક્કાની લશ્કરી કમાન્ડર સ્તરની વાતચીતમાં ડિસએંગેજમેન્ટ માટે સહમતી બની હતી. તે અંતર્ગત બન્ને દેશની સેના પેંગોંગ હુનાન તથા ર્નોથ કોસ્ટમાંથી પાછા હટવાની શરૂઆત કરી છે. ૯માં તબક્કાની વાતચીત પૂર્વી લદ્દાખના મોલ્દોમાં ૧૫ કલાક યોજાઈ હતી. તેમાં ભારતનું કહેવું હતું કે, વિવાદવાળા વિસ્તારોમાંથી સૈનિકોને હટાવવામાં આવે અને તણાવની સ્થિતિ ઓછી કરવામાં આવે. હવે આ બાબતની જવાબદારી ચીન પર છે.
ચીન અને ભારતની સેના પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષના એપ્રિલ-મે મહિનાથી એકબીજાની સામે છે. જૂન ૨૦૨૦માં ગલવાનમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અડામણ સર્જાઈ હતી,જેમાં ૨૦ ભારતીય સૈનિક શહિદ થયા હતા. ચીનના પણ ૪૦થી વધારે સૈનિકો માર્યા ગયાની માહિતી સામે આવી હતી,જોકે ચીને આ વાતનો સ્વીકાર કર્યો ન હતો.
બન્ને દેશના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી પણ આ મુદ્દે વાતચીત કરી ચુક્યા છે. બન્ને દેશોએ લદ્દાખના કેટલાક વિસ્તારોમાંથી સેનાને હટાવવા માટે સહમતિ સાધી છે. તેમ છતાં સીમા વિવાદનો કોઈ ઉકેલ મળી શક્યો નથી. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સિક્કીમના નાકુ લામાં બન્ને દેશોના સૈનિક એકબીજાની સામે હતા. બન્ને સેનાના કમાન્ડર્સે નક્કી કરેલા પ્રોટોકોલ હેઠળ વિવાદ ઉકેલવામાં આવ્યો હતો.