પાંચ વખત તામિલનાડુના મુખ્યપ્રધાન રહી ચુકેલા કરુણાનીધીના અંતિમ સંસ્કાર માટે મરીના બીચ પર છ ફૂટ જમીન આપવાનો સરકારે ઈન્કાર કરતા વિવાદ
અદાલતના ચુકાદા બાદ કરુણાનીધીના અંતિમ સંસ્કારનો પ્રશ્ન ઉકેલાવા તરફ
દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા એમ.કરુણાનીધીના અવસાન બાદ હવે વિવાદનો વંટોળ ઉમટયો છે. તેમનું અવસાન ૯૪ વર્ષની ઉંમરે થયું છે. અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરવા મામલે સરકારે નનૈયો ભણી દીધા બાદ મામલો અદાલતમાં પહોંચ્યો છે. રાત્રે ૧ વાગ્યા સુધી મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી ચાલ્યા બાદ આજે પણ કાર્યવાહી ચાલુ છે.
કરુણાનીધી હિન્દી વિરોધી આંદોલન દ્વારા રાજકારણમાં નાની ઉંમરે પ્રવેશ્યા હતા. તેમની રાજકીય અને સામાજીક યાત્રા હંમેશા વિવાદાસ્પદ રહી હતી. તેઓ કટ્ટર નાસ્તીક હોવાનું માનવામાં આવે છે. વર્ષ ૧૯૬૯માં તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ તામિલનાડુમાં સૌથી લોકપ્રિય નેતા પૈકીના એક હતા. એમજીઆરને રાજકારણમાં લાવનાર કરુણાનીધીનો ચાહક વર્ગ બહોળો હતો.
પાંચ વખત તામિલનાડુના મુખ્યપ્રધાન રહી ચુકેલા કરુણાનીધીના અંતિમ સંસ્કાર માટે ૬ ફૂટ જમીન ફાળવવા મામલે વકરેલો વિવાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી દહેશત છે. અન્ના ડીએમકે દ્વારા કરુણાનીધીને જમીન ફાળવવાનો ઈન્કાર કરી દેવાતા ડીએમકે કાળઝાળ થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતમાં રાજકીય નેતાઓ પાછળ જીવ લેવા અને દેવાની આંધળી ભક્તિ જોવા મળે છે. પરિણામે સ્થિતિ વણસી શકે. અગાઉ પણ અમ્માના નિધન બાદ સ્થિતિ બેકાબુ બની હતી.
કરુણાનીધી અને તેમના પરિવાર તથા નજીકના સબંધીઓ પર અવાર નવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યાં છે. યુપીએ સરકાર ઉપર થયેલા મસમોટા કૌભાંડોના આક્ષેપોમાં મોટાભાગનો ફાળો ડીએમકેના પ્રધાનો જ હતો. ડીએમકેના કારણે જ યુપીએ સરકારની છાપ લોકો સમક્ષ કળી હતી. પરિણામે કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા ગઈ હતી. આજે કોર્ટમાં કરુણાનીધીના અંતિમ સંસ્કાર માટે સ્ટાલીન સહિતના નેતાઓ જંગે ચડયા છે.
સાઉનું રાજકારણ ખૂબજ કટ્ટર માનવામાં આવે છે. સાઉમાં નેતાઓ પાછળ તેમના અનુયાયીઓ આત્મવિલોપન સહિતના પગલા પણ ભરતા હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે.
જેી કરુણાનીધીના અવસાન બાદ પણ તેમને અંતિમ સંસ્કાર સમયે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેશે. ચુકાદા બાદ પણ સ્થિતિ વણસી શકે પરિણામે સરકારે પણ સુરક્ષા માટે તૈયારી રાખી હોવાનું જાણવા મળે છે.