મોરબી ડીવાયએસપી કે.બી.ઝાલાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ કોમી એખલાશપૂર્વક પર્વની ઉજવણી કરવા ખાતરી આપી
આગામી દિવસોમાં અષાઢી બીજ અને રમઝાન ઈદ જેવા હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો આવતા હોય મોરબી સીટી પોલીસ દ્વારા કોમી એખલાસ પૂર્વક બન્ને પર્વની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૨૫ના રોજ અષાઢી બીજ અને ત્યારબાદ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદનો તહેવાર આવતો હોય શહેરમાં રથયાત્રા અને ઝુલુસના આયોજન થનાર હોય કોમ-કોમ વચ્ચે શાંતિથી તહેવાર ઉજવાય તે હેતુથી મોરબી ડીવાયએસપી કે.બી.ઝાલાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિની આ બેઠકમાં હિન્દુ સમાજના અગ્રણીઓમાં મચ્છુ માતાજીની જગ્યાના ભગત ગાંડુ ભગત બીજલ ભગત ગોલતર, રમેશભાઈ રબારી, ગોકળભાઈ, ખોડાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જયારે મુસ્લિમ સમાજવતી અબુ ડાડા, રસીદબાપુ, ફા‚કભાઈ મોટલાણી, હનિફભાઈ, ગુલામભાઈ, હુસેનભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી કે.બી.ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ જ્ઞાતિના અગ્રણીઓએ કોમી એકતાના દર્શન કરાવી શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવા પોલીસ તંત્રને ખાતરી આપી હતી. આ તકે ઈન્ચાર્જ પી.આઈ એચ.બી.ભડાણીયા, અનિલભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.