ગુગલ પ્લેસ્ટોરની સાથે હવે, વપરાશકર્તાઓ માટે પેટીએમ મીની એપ સ્ટોરનો પણ વિકલ્પ ઉપલબ્ધ
ગૂગલને ટક્કર આપવા પેટીએમ પોતાનું મીની એપ સ્ટોર લોન્ચ કર્યું છે. પેટીએમ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ એપ સ્ટોરથી યુઝર્સને હવે એપ ડાઉનલોડિંગ માટે ગુગલના પ્લે સ્ટોર ઉપરાંત પણ બીજો વિકલ્પ મળી ગયો છે. થોડા દિવસો અગાઉ ગૂગલે પ્લે સ્ટોરમાંથી પેટીએમને હટાવી દીધું હતું ત્યારે હવે, પેટીએમ પોતાનું મીની પ્લે સ્ટોર વિકસાવી ગુગલ કંપનીની ચિંતા વધારી દીધી છે.
આત કરીએ, આ પેટીએમની નવી એન્ડ્રોઇડ મીની એપ સ્ટોર વિષે તો, આનાથી એપ ડેવેલોપર્સ અને બ્રોડબેન્ડસને પણ ફાયદો થશે. કારણકે આની પહોંચ અને ડિસ્ટ્રીબ્યુશનશીપ ઘણી વધારે હોવાનું જાણવા મળ્યું છે . પેટીએમ તેની વેબસાઈટ પર માહિતી આપતા જણાવ્યું છે કે મીની એપ સ્ટોર HTML અને JavaScript જેવી ઓપન સોર્સ ટેક્નોલોજીને ઈન્ટિગ્રેટ કરશે અને પેટીએમ તેના 15 કરોડ જેટલા એક્ટિવ યુઝર્સને એક્સેસ આપશે.
પેટીએમના આ મીની એપ સ્ટોર પણ ઘણી એપ્લિકેશનની એન્ટ્રી પણ થઈ ગઈ છે. જેમાં 1એમજી, નેટમેડ્સ જેવી એપ્પસનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું છે કકૅ, ડેવલોપર્સ આ પ્લેટફોર્મ પર પેટીએમ વોલેટ અને યુપીઆઈ મારફતે જીરો ટકા પેમેન્ટ ચાર્જ પર એપ્સને ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકે છે. આ અંગે કૅમ્પની 8મી ઓક્ટોમ્બરે એક પેટીએમ મીની એપ ડેવલોપર કોન્ફરન્સ પણ યોજવાની છે.