મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા અવસર નાકીયા
જસદણ શહેર/તાલુકા અને વિંછીયા તાલુકામાં અપુરતા વરસાદના કારણે પીવાના પાણી, ઘાસચારો, રોજગારી સહિતના અનેક પ્રશ્ન ઉભા યા છે. તાલુકામાં અપુરતા વરસાદના કારણે પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. શહેરીજનોએ ખાનગી વ્યક્તિઓ પાસેથી પાણીના ટેન્ડર મંગાવવા પડે છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે, ખેડૂતો-માલધારીઓને પુરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તેવી વ્યવસ કરી તાત્કાલીક પગલાઓ ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આ ઉપરાંત જસદણ તાલુકાને અર્ધ અછત જાહેર કરવામાં આવ્યો છે. અર્ધ અછત તરીકેના લાભો આજ સુધી મળ્યા ની, વિંછીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેમ છતાં કપાસનો વિમો ચૂકવવામાં આવ્યો નથી, પાણીના સ્ટોરેજની સુવિધા તાત્કાલીક ઉભી કરી પાણી વિતરણની સુવિધા સુદ્રઢ બને તે માટે કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાી છતે પાણીએ તાલુકાની પ્રજાને પાણીની મુશ્કેલી ભોગવી પડે છે.જસદણ અને વિંછીયા તાલુકામાં નકલી બીયારણના વેચાણ સામે વહીવટી તંત્ર દ્વારા અસરકારક પગલા નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે જે સામે પગલાઓ ભરવા.
જસદણ અને વિંછીયા તાલુકામાં ફાળવવામાં આવતો ઘાસચારાની ગુણવત્તા અતી નબળી છે, વિંછીયા તાલુકામાં ફાળવવામાં આવેલ ઘાસચારાની ૨૦૭ તંગીની ઘટ પડી છે તે ઘાસચારો કોણ ખાઈ ગયું તેની તાત્કાલીક તપાસ કરી જવાબદારો સામે પગલાઓ ભરવા તેમજ જસદણ શહેરમાં આવેલ ભાદર નદીને જળસંચય યોજનામાંી સફાઈ કરી પાણીના સંગ્રહ માટે ઉંડુ ઉતારવાની કાર્યવાહી વાી શહેરના નબળા લોકોને રોજગારી મળી શકે તેમ છે. ઉપરોકત બાબત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા જિ.પં.ના ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.