જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા અને તાલુકા વિકાસ અધિકારી નૈમિષ ગણાત્રાની ઝડપી કામગીરીથી ખેડૂતો ખુશખુશાલ
રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાથી કૃષિ ઈનપૂટ સહાયના ચૂકવણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં બાધી ગામના ૫૦ ખેડુતોને રૂ.૫.૨૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા અને તાલુકાવિકાસ અધિકારી નૈમિષ ગણાત્રાની ઝડપી કામગીરીથી ખેડુતો ખુશખુશાલ થયા છે.
પડધરી તાલુકાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી કૃષિ ઈનપૂટ સહાયની રકમનું ચૂકવણું કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પડધરીને અધિકૃત કરવામાં આવતા અને સહાયની રકમનું ચૂકવણું કરવા માટે હુકમથી ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવતા પડધરી તાલુકા વિકાસ અધિકારી એન.પી. ગણાત્રા તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએન.એ. સરવૈયા તેમજ વહીવટી તંત્રની ટીમ દ્વારા પડધરી તાલુકાનાંબાધી ગામના અછતગ્રસ્ત ખેડુત ખાતેદારોને કૃષિ ઈનપૂટ સહાયની રકમ ચૂકવવામાં આવેલ છે.
આમ પડધરી તાલુકાના બાધી ગામથી વહીવટીતંત્ર દ્વારા સહાય ચૂકવવાની શરૂઆત કરેલ છે.હવે તબકકાવાઈઝ પડધરી તાલુકાનાં બધા જ ગામોનાં ખેડુત ખાતેદારોને વહેલી તકે ઝડપથી કૃષિ ઈનપૂટ સહાયની રકમ ચૂકવવા માટે તાલૂકા પંચાયત કચેરી પડધરીનું વહીવટી તંત્ર સમગ્ર સ્ટાફ સાથે ઝુંબેશના રૂપમાં કામગીરી કરી રહ્યું છે. બાધી ગામમાં કુલ ૫૦ ખેડુતોને સહાય પેટે રૂ.૫,૨૩,૭૯૮ ચૂકવવામાં આવ્યા છે.
આમ સમગ્ર કામગીરીમાં રાજકોટનાં જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસીયા તેમજ પડધરી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એન.પી. ગણાત્રા મદદનીશ તાલુકાવિકાસ અધિકારી એન.એ. સરવૈયા તાલુકા પંચાયત પ્રમુખ શાંતિલાલ બોડા, ઉપપ્રમુખ ભીમજીભાઈ સાનીયાની કામગીરીની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.
અછતગ્રસ્ત તાલુકાના ખેડુતો સહાય માટે ૧૫મી સુધી અરજી કરી શકશે
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં અછતગ્રસ્ત ખેડૂતોને બે હેકટર સુધીની કૃષિ ઈનપુટની સહાય આપવાનું ઠરાવાયેલું છે. અસરગ્રસ્તોને કૃષિ ઈનપુટ સહાયની અરજી કરવા પૂરતી સમયમર્યાદા મળી રહે તથા ભવિષ્યમાં કોઇ અરજદારની અરજી રહી ન જાય તે માટે આવી નુકસાની સબબની અરજીઓ સ્વીકાર કરવા કટ ઓફ ડેટ આગામી તા. ૧૫/૧ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે.
જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને નિયત નમૂનામાં અરજી ફોર્મ જરૂરી વિગત ભરીને તેની સાથે ૮અ, ૭/૧૨ની ચાલુ સાલના પાકના વાવેતરની નોંધ સાથેની નકલ, આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ આઇ.એફ.એસ.સી. કોડ સાથે / રદ કરેલા ચેક જોડીને આપવાની તા. ૧૫/૧ નક્કી થઇ છે. અસરગ્રસ્ત ખેડૂત તા. ૧૫/૧ સુધીમાં જે તે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી પાસે અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે તેમજ ફોર્મ ભરવા અંગે સંબંધિત ગ્રામસેવક પણ મદદરૂપ થશે.