રાજકોટમાં આવેલ અમીન માર્ગ રોડ ખાતે પાયલ મેડિકલનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો. પાયલ મેડિકલમાં લોકોને બધી જ પ્રકારની દવા અને કોસ્મેટીકસ મળી રહેશે. આ પ્રસંગે પાયલ મેડિકલના ઓનર સંજયભાઈના સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
વીન્સ આઈ.વી.એફ. સેન્ટરના ઓનર તેમજ ગાયનોકોલોજીસ્ટ ડો.સંજય દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ચાલુ બિઝનેસમાં એક બિઝનેસનો વધારો કરી રહી છે. અમારુ પાયલ મેડિસીન્સ કાર્યરત થયું છે. અમારો મુખ્ય હેતુ એ જ છે કે દર્દીઓને ૨૪ કલાક દવાની સવલત મળી રહે ઘરે બેઠા દવા મળી શકે અને શકય હોય તેટલા રાહતભાવે અમે દવાનું વેચાણ કરશું અને ફાર્મસી એસોસીએશનના જે નિયમો નકકી થયા છે તે પ્રમાણે અમો દવામાં ડિસ્કાઉન્ટ આપીશું. પાયલ મેટરનીટી હોસ્પિટલના ઓનર ડો.પ્રતિક્ષા દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટોરમાં જે જનરલ સવલતો બધા આપતા હોય તે રાખવામાં આવી છે પરંતુ બહેનોમાટે ખાસ વિચાર્યું છે કે ઘણી વખત બહેનોને તાત્કાલિક દવાની જ‚રીયાત પડે તો અમે હોમ ડિલીવરીથી ખુબ જ ઝડપથી દવા પહોંચાડશું અને દરેક બ્રાંડની કોસ્મેટીક પણ રાખવામાં આવી છે. બહેનો માટે દવા અને કોસ્મેટીક અહીંથી જ મળશે.