ગુજરાત ખેડૂત એકતા મંચની મુખ્યમંત્રીને રજૂઆત
ખેડૂતોને હાલ લોકડાઉનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પાકનું વેચાણ કરવાનું હોય ઘણા ખેડુતોનો ઓનલાઇન નંબર પ્રમાણે વારો આવ્યો નથી. વેચાણ બાદ જ ખેડુતો પાસે નાણા આવે અને નવું બીયારણ લઇ વાવણી કરી શકે આ મામલે સુરેન્દ્રનગર ગુજરાત ખેડુત એકતા મંચ દ્વારા ખેડુતોના પ્રશ્ર્નોનું તાત્કાલીક નિવારણ લાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.છે કે ખેડૂતો હાલ કોરાના અને લોકડાઉન ની પરિસ્થિતિ હોય અને પાક જેવા કે ઘઉં, વરીયાળી, ચણા, કપાસ, વગેરે હજુ સુધી પુર્ણ વેચાણ થયેલ ન હોય અને સરકાર દ્વારા ટેકા ના ભાવે ખરીદી થતા ઘઉં કપાસ ચણા જેવી જણસોના ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલ હોવા છતા હજુ ઓનલાઇન પ્રમાણે નંબર આવેલ નથી તેવી પરિસ્થિતિ છે અને સરકાર દ્વારા લોન રકમ ભરવાની છેલ્લી તારીખ ૩૧ મે હોય તો લોન રિન્યુ થઈ શકે તેમ નથી તો તાત્કાલિક આ બાબતે મુદત વધારી આપો અથવા બેંક ખેડૂત ને બેઠા લોન રિન્યુ કરી આપે તેમ આદેશ કરવા અરજ કરી છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ને ખરાબ વર્ષ ગયા છે તેમ છતાં આજદિન સુધી પાકવીમા ની રકમ કંપનીઓ તરફથી ચુકવવા મા આવેલ નથી તો આપ આ વિમા કંપનીઓ ને આદેશ કરી ખેડૂતોને ખાતામાં આ નાણાં તાત્કાલિક જમાં થાય તેમ આદેશ કરશો તમામ નિયમો અને શરતો વિરુદ્ધ પાકવીમા કંપનીઓ ચાલી રહી છે તો આ બાબતે ખાસ ધ્યાન આપશો અને ખેડૂતો ને હક્ક ના પાકવીમા ના નાણાં જમાં થાય તે માટે ઘટતું કરશો