દિવાળીનો માહોલ જામ્યો છે. ઓનલાઇન ખરીદી કરવાનો માહોલ ચાલ્યો છે ત્યારે ઓનલાઇન શોંપીગ કર્યા બાદ જો આપ ઓનલાઇન પેમેન્ટનો ઓપ્શન સ્વીકારતા હોવ તો કેટલીક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે.જે તમને નીચે જણાવવામાં આવે છે.
– જો શક્ય હોય તો સુરક્ષિત વેબસાઈટ પરથી જ ઓનલાઇન પેંમેટ કરો
– “Http” કરતાં “Https” લખેલ વેબસાઇટ વધુ સુરક્ષિત હોય છે.
– જે વેબસાઇટ પરથી ઓનલાઇન પેંમેટ કરતી વખતે તમારી ડીટેઇલ અન્ય વ્યક્તિ પાસે ના જતી રહે તેની ખાસ કાળજી રાખવી જોઇએ.
– ઓનલાઇન નાંણાની ચુકવણી વખતે પાસવર્ડ,કાર્ડ નંબર કે સીવીવી કોડ નાંખતી વખતે વર્ચ્યુયલ કીબોર્ડનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત હોય છે.
– ઘણીવાર એવુ બને છે કે કેટલાક હેકર ઓનલાઇન સમયે ચુકવણી કરતા લોકોના કિવર્ડની ચોરી લોગીંગ ટુલ્સના ઉપયોગ દ્વારા કરે છે ત્યારે આવી કોઇ ઘટના ના બને તેનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.
– ઘણી વેબસાઇટ કોઇને કોઇ ખરીદી વખતે ડિસ્કાઉંટ કુપન જેવી સુવિધા આપતી હોય છે ત્યારે ડિસ્કાઉંટ કુપનનો ઉપયોગ કરતી વખતે ખાસ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.
– ઘણાં વેચાણકર્તાઓ પાતની પ્રોડક્ટની ખરીદી પર કુપન ઓનાલાન અથવા ઇમેલનાં માધ્યમ થકી આપતા હોય છે ત્યારે એકવાતની કાળજી રાખવી જોઇએ કે તે કુપનનો ઉપયોગ કરતી વખતે તમારી કોઇ ફાઇનાંસિયલ ડિટેઇલ કોઇની અજાણી વ્યક્તિનાં હાથમાં ના જતી રહે તે જોવું જોઇએ.