વધુ બેઠકો મળવા છતા ભાજપ બહુમતિથી દૂર રહેશે અને મોદી બીજી વખત વડાપ્રધાન પદ નહીં મેળવી શકે તેવી શરદ પવારની ભવિષ્યવાણી
એન.સી.પી.નાં પ્રમુખ શરદ પવારે ગઈકાલે ભાજપ આગામી ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવનારી પાર્ટી બનશે પરંતુ નરેન્દ્ર મોદી કદાચ બીજીવાર વડાપ્રધાન કાર્યાલયનો પદભાર ન સંભાળે તેવી ભવિષ્ય વાણી ઉચ્ચારી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું હતુ કે ભાજપને સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળશે પરંતુ સરકાર રચવા માટે ગઠબંધનની પરિસ્થિતિમાં નરેન્દ્રમોદીને બીજીવાર વડાપ્રધાન બનવામાં પ્રાદેશિક પક્ષોનો સહકાર નહિ મળે. પૂર્વ કેન્દ્રિય મંત્રી દ્વારા ૧૪ અને ૧૫ માર્ચના બે દિવસ દિલ્હી ખાતે મહાગઠબંધન સેમીનારમા આગામી રણનીતિ અંગે પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા થશે. કેટલાક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ અને એનસીપીથી મહારાષ્ટ્રમાં અલગ થઈ ગયાને સવાલ પૂછતા શરદપવારે જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણીને લઈને શરદ પવાર સ્થાનિક લોકોને મનાવવાનાં પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શરદ પવારા ૭૮ વર્ષની વયે આ વર્ષે લોકસભાની ચૂંટણી ન લડવાનું જાહેર કરી દીધું હતુ શરદપવાર આ ચૂંટણીમાં ભાજપ ને સ્પષ્ટ બહુમતિ મળશે પણ નરેન્દ્ર મોદી આ વખતે વડાપ્રધાન નહિ બની શકે તેવું નિવેદન કરી ચર્ચા જગાવી છે.