- ર6 દિવસનું રોકાણ કરશે: મહંતસ્વામીના પ્રાંત: પૂજા દર્શનનો લ્હાવો અને સાય સભા
બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આઘ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજની આજે રાજકોટમાં પધરામણી થતા રહીભકતો હરખની હેલી અને ભાવવિભોર થઇને મહંત સ્વામી મહારાજને આવકારવા જોડાયા હતા.
રાજકોટનાં આંગણે આજથી 14ને શુક્રવારથી 10 જુલાઇ બુધવાર સુધી ર6 દિવસ રોકાણ દરમ્યાન સૌને દર્શન આશિર્વાદથી લાભાન્વિત કરશે મહંત સ્વામીના દરરોજ વિશિષ્ટ કાર્યક્રમ બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે યોજાશે.
છ વર્ષ પછી મહંત સ્વામી મહારાજ રાજકોટમાં હરિભકતોમાં ખુશીની લાગણી છવાઇ છે.
સત્સંગ લાભ દરમિયાન વિવેક સાગર સ્વામી સ્વામીનારાયણ સાધનાના સોપાનો વિષયક પ્રાત: કથા વાર્તાનો લાભ આપશે.
સતસંગ કાર્યક્રમમાં સવારે 6.00 થી 8.00 અને સાંજે 5.30 થી 8.00 સુધી મહંત સ્વામીના દર્શન અને આર્શીવચનનો લાભ મળશે. રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.
પૂ. મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ દિવસ દરમિયાન બાળકો માટે સંસ્કારલક્ષી કાર્યક્રમ, યુવાનો માટે પ્રેરણા લક્ષી કાર્યક્રમ, વિશાળ મહિલા સંમેલન, પારિવારિક એકતા લક્ષી કાર્યક્રમ, સનાતન સંસ્કૃતિ સંવર્ધક કાર્યક્રમ રથયાત્રા ઉત્સવ તેમજ રાજકોટ મંદિર રજત જયંતિ મહોત્સવ પુર્ણાહુતિ જેવા રંગારંગ કાર્યક્રમો યોજાશે.
મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ કાર્યક્રમ
* દરરોજ સવારે 6 થી 8 અને સાંજે 5.30 થી 8 દરમિયાન યોજનાર કાયક્રમમાં મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીવચનનો લાભ મળશે
- * તા. 16 જુનને રવિવાર ભવ્ય સ્વાગત સભા સાંજે 5.30 થી 8.00 વાગ્યા સુધી યોજાશે
- * તા. 17મી જુન એ સંસ્કાર દિન
- * તા. 19 મી એ મહિલા દિન
- * તા. ર0 મી એ સંયમ દિન
- * તા. ર1મીએ સિઘ્ધાંત દિન
- * તા. રરમીએ શિક્ષણ દિન
- * તા. ર3મીએ સમર્પણ દિન
- * તા. રપમીએ સુહદભાવ દિન
- * તા. ર6મીએ સત્કાર દિન
- * તા. ર7મીએ સંપક દિન
- * તા. ર9મીએ સંસ્કૃત દિન
- * તા. 30મીએ સેવાદિન
- * તા. 7 જુલાઇ રવિવાર રથયાત્રા, રાજકોટ રજત જયંતિ મહોત્સવ પૂર્ણાહુતિ
- * તા. 8 જુલાઇ સોમવાર સત્યપુરૂષ દિન ઉજવાશે
સંત વિભૂતિના જીવનની ઝાંખી
મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમનો પરિવાર મુળ આણંદનો પરંતુ રોજગાર અર્થે મઘ્યપ્રદેશના જબલપુરમાં સ્થાયી થયા હતા. તેમનો જન્મ તેમની બાળપણ ત્યાં જ વિત્યું અંગ્રેજી માઘ્યમની સ્કુલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી આ દરમિયાન તરૂણાવસ્થાથી જ વેકેશનમાં પ્રમુખસ્વામી મહારાજના ગુરૂ યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાતા યોગીજી મહારાજના હસ્તે દિક્ષા ગ્રહણ કરી વિનુ ભગત તરીકે ઓળખાયા ભાગવતી દીક્ષા બાદ સાધુ કેશવ જીવનદાસ ગુરૂ આજ્ઞા અનુસાર મુંબઇમાં કપરી પરિસ્થિતિઓમાં શાસ્ત્ર અભયાસ કરતા સંત મંડળના મુખ્ય સંત તરીકે જવાબદારી સંભાળતા યોગજી મહારાજના ધામગમન બાદ પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં તેઓ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓમાં જોડાયા અને ત્યારબાદ સદગુરુ પદે રહીને વર્ષો સુધી સેવા વિચરણ કરીને સંપ્રદાયને પ્રોત્સાહન આપ્યું, પ્રમુખ સ્વામી મહારાજે પોતાની હયાતી દરમિયાન હરિભકતોના પત્રોની જવાબદારી તેમને સોંપી અને સંસ્થાના ગુરૂપદે તેમજ પ્રમુખપદે તેઅને નીમ્યા, છેલ્લા 8 વર્ષથી તેઓ સંસ્થાના ગુરૂપદે રહીને વિશ્ર્વભરમાં વિચરણ કરીને સત્સંગને પોષિત કરી રહ્યા છે. અને બી.એ.પી.એસ. સંસ્થાની 162 જેટલી સામાજીક, શૈક્ષણિક અને આઘ્યાત્મિક સેવા પ્રવૃતિઓનું સફળ સંચાલન કરી રહ્યાં છે.તેઓએ 2016માં ગુરૂપદે આવ્યા બાદ કુલ 334 નવયુવાનોને સત દીક્ષા આપી સત્સંગ અને સમાજ કલ્યાણના કાર્યો જોડાય છે. સનાતન સંસ્કૃત ધરોહરસમા દેશ અને વિદેશમાં પ શિખર બંધ મંદિરો અને 426 મંદિરો સમાજને ભેટ આપ્યા.