મહોત્સવની પૂર્વ સંધ્યાએ જિન ભક્તિના ગીતો તેમજ કસુંબલ લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે
મહાર્તી પાલીતાણા રવિવારે સવારે ૯.૦૦ કલાકે જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા.ના પ્રવર્તિની પદ પ્રદાન મહામહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત, અનેક પ્રાચીન ર્તીોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. પદવી પ્રદાન કરશે. પ્રવર્તિની પદ જૈન સાધ્વીજી જીવનનું સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ પદ ગણાય છે. હજારોમાંથી માત્ર જૂજ સાધ્વીજી-ભગવંતોને જ આ બહુમાન પ્રાપ્ત થાય છે.
શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે જિનભક્તિના ગીતો દ્વારા અદભુત ભકિત – કસુંબલ લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરાયું છે. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની નગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા જેવાં લોકપ્રિય મેઘાણી-ગીતો ખાસ રજૂ થશે. જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની રચના કરી હતી. બચપણી જ ધાર્મિક સંસ્કારો વચ્ચે ઉછેર યો હોવાી પાઠશાળામાં નિત્ય ધાર્મિક અભ્યાસ ર્એ જતા અને ત્યાં યોજાતા કાર્યક્ર્મોમાં સ્તવનો પોતાના મધુર કંઠે ગાઈને બાળ મેઘાણી સહુનાં દિલ હરી લેતા. નાનપણી જ રાષ્ટ્રીય-ભાવના ધરાવતાં પૂ. બેન મ.સા.એ શાળામાં ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં.
મહામહોત્સવનું સમસ્ત આયોજન અખિલ ભારતીય પ્રવર્તિની પદ પ્રદાન સમારોહ સમિતિ તા શ્રી ચંદ્ર-સંઘયશા સ્મૃતિ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા થયું છે. કસુંબલ લોકડાયરાનું સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનનું છે. પૂ. સાધુ-સાધ્વી-ભગવંતો, વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિતિ રહેશે.
માતા શાંતાબેન અને પિતા રતિલાલનું જગવિખ્યાત સંતાન એટલે ‘વસુમતી રતિલાલ ઝવેરી. પૂ. બેન મ.સા. તરીકે આગવી ઓળખ ધરાવતાં પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા.નો જન્મ ૧૯૩૮માં અમદાવાદ મુકામે યો હતો. નિવાસસન મુંબઈ અને મૂળ વતન ધોલેરા. મુંબઈની જાણીતી શકુંતલા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન દેશદાઝની ભાવના અને ગાંધી-વિચારોથી પ્રેરિત ઈને તેઓએ બાળકોની ‘વાનરસેનાની સપના પણ કરી હતી.
નાનપણી જ જૈન સંસ્કારો વચ્ચે ઉછેર. માત્ર ૧૧ વર્ષની વયે, દીક્ષા ગ્રહણ કરતાં પોતાનાં ૧૩ વર્ષીય મોટા બહેન (પૂ.સા. રત્નચૂલાશ્રીજી મ.સા.) સાથે, કોઈપણ વિશેષ ધાર્મિક ભૂમિકા વગર પોતે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. નવી પેઢીને પ્રેરણાદાયી અનેક પુસ્તકો-ગ્રંથો પણ તેમણે લખ્યાં છે. જિનશાસનનાં મહાન અને અતિ મહત્વનાં વિવિધ નવ્ય કાર્યોની પરંપરાનો તેઓ આરંભ કર્યો છે.
અનેક પ્રાચીન તીર્થના જીર્ણોધ્ધાર, નવીન તીર્થની સપના, ઉપાશ્રય ધર્મશાળા – ભોજનશાળા આદિ ધાર્મિક સંકુલો તેમજ શાળા – પ્રાથના મંદિર – સાધાર્મિક આવાસો વૃધ્ધાશ્રમ પુસ્તકાલય આદિ સામાજિક સંકુલો માટે પણ તેમની હરહંમેશ પ્રેરણા રહી છે. પાલીતાણાના પ્રવેશદ્વાર પાસે આવેલું ‘દિકરીનું ઘર’ નામે વૃધ્ધાશ્રમનું નિર્માણ પણ પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા. અને પૂ.બેન મ.સા.ની પ્રેરણાી ૨૦૧૧માં યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.