વોર્ડ નં.૯માં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી ખાતે જનભાગીદારીથી સાઈડ સોલ્ડર પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ સોસાયટીના અગ્રણીઓના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર શીલ્પાબેન જાવીયાની ઉપસ્થિતિમાં પેવિંગ બ્લોકના કામનો શુભારંભ કરવામાં આવેલ.
આ તકે શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી કમલેશ શર્મા, આશીષ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૯ની સોસાયટીના લોકો અમારા નાગરીક નહીં પરંતુ અમારો પરીવાર છે, સોસાયટીના લોકોની જે પણ જરૂરીયાત હોય તે અમો પુરી કરવાના હંમેશા પ્રયત્નો કરીએ છીએ. આ પ્રસંગે મહિલા મોરચાના શહેર મંત્રી દક્ષાબેન વસાણી, યુવા મોરચાના શહેર મંત્રી કુલદીપસિંહ જાડેજા, જાગૃતીબેન ભાણવડીયા, હિરેન સાપરીયા, સંજય ભાલોડીયા, મહેશ સરવૈયા, હીરેન્દ્ર ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.