Pavagarh : નવરાત્રી પર્વને લઈને માતાજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવરાત્રીમાં એક લાખથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત દુધિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 4 વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જય ઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો હતો.

નોરતા દરમિયાન એક લાખથી વધુ માઇ ભક્તોથી ધોડાપુર

પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે માઇ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. હાલ ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન માટે  પાવાગઢ આવી રહ્યા છે. ત્યારે પ્રથમ નોરતે એક લાખ ઉપરાંત માઇ ભક્તોનું કીડિયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું હતું. ચૈત્રી નવરાત્રી મા શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું હોવાથી અનેક સંઘો પગપાળા માતાજીના દર્શને પાવાગઢ ખાતે પહોંચતા હોય છે.

તંત્ર દ્વારા માઇ ભક્તોની સુરક્ષા સહિતની સુવિધા કરાઈ

માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શન કરવા ગત મોડી રાત્રીથી જ પાવાગઢ માચી મંદિર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો પહોંચી ગયો હતો. વહેલી સવારે માઈભક્તોએ મંદિર તરફ પ્રસ્થાન કરતા દુધિયા તળાવ પગથિયાંથી મંદિર સુધીનો માર્ગ ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો. સાથે તંત્ર દ્વારા પણ માઇ ભક્તોની સુરક્ષા માટે પાવાગઢ તળેટીથી નિજ મંદિર પરિસદ સુધી 700થી વધુ પોલીસ કર્મચારી તહેનાત કરવા સાથે 70થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવા માં આવ્યા છે. જયારે એસટી વિભાગ દ્ધારા પણ ખાસ બસો ની સુવિધા ઉભી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.