પાવાગઢ એક પર્વતીય પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલ છે. ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. આ અંગે 2 સપ્તાહમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં 40 ટકા ઘટ પડી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ ઘટ 10 ટકા આવતી હતી તે વધી ગઇ છે. મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં 40 ટકા ઘટ પડી રહી.