• પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ મંદિર ભક્તો માટે બંધ રહેશે
  • 8 નવેમ્બરનાં સાંજે 4 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ રહેશે
  • 9 નવેમ્બરનાં રોજ સવારે 6 વાગ્યાથી ભક્તો રાબેતા મુજબ કરી શકશે દર્શન

તાજેતરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિરમાં ચોરીની ઘટના ઘટી હતી. જોકે પોલીસે 78 લાખના આભૂષણો ના મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો હતો. ત્યારે ગર્ભગૃહના શુદ્ધિકરણને લઇ મંદિરને અમુક કલાકો માટે બંધ રાખવામાં આવશે.

શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે ગત 27 મી ઓક્ટોબર 2024ની મોડીરાત્રે ઘરફોડિયા તસ્કરે કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મંદિરમાં ઘૂસીને મહાકાળી માતાજીના આભૂષણોની ચોરી કરી હતી. આ દરમિયાન મંદિરમાંથી ચોરી થયેલા 78 લાખની રકમના સોનાના 6 હાર અને સોનાના ઢાળ ચડાવેલા 2 મુગુટ સાથે એક તસ્કરની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી મંદિર થોડા સમય માટે બંધ કરવામાં આવશે.

4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી બંધ

પાવાગઢ

જેમાં મંદિર દ્વારા અપાયેલ માહિતી મુજબ મહાકાલી મંદિર આવતીકાલે 8 નવેમ્બર શુક્રવાર ના રોજ સાંજના 4 થી બીજા દિવસે સવારે 6:00 વાગ્યાં સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. તેમજ ઉલ્લેખનિય છે કે 27 નવેમ્બરના રોજ મંદિરના ગર્ભ ગ્રુહમા ચોરીની ઘટના બાદ મંદિરના શુદ્ધિકરણ માટે મંદિર બંધ રાખવામાં આવશે. તેમજ આ દરમિયાન શુદ્ધિકરણ વ્યવસ્થિત રીતે થઇ શકે તેને લઇને મંદિરને બંધ કરવામા આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.