ભારતના પનોતા પુત્ર અને લોક લાડીલા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. માતુશ્રી હીરાબાના આજે શતાયુના આશીર્વાદ લેવા વહેલી સવારે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હાલ પવાગઢ પાવાગઢના જીણોદ્ધાર કરેલા મહાકાળી માતા મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.
જીણોદ્ધાર કરાયેલ મંદિરના લોકાર્પણ બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના શરૂ થઇ છે. ત્યાર બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાવાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રીનો પાવાગઢનો સમગ્ર કાર્યક્રમ
- પાવાગઢ મંદિર લોકાર્પણ કાર્યકર્મ
- PM મોદી પાવાગઢમાં રૂ.137 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે
- કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ
- 11.30 કલાકે પાવાગઢ નજીક જેપુરા ગામ પાસે વિરાસત વનની મુલાકાત લેશે
- આ વનને પ્રધાનમંત્રીએ 31 જૂલાઇ 2011ના રોજ ખુલ્યું મુક્યું હતું
- સીતા અશોકનો છોડ વાવ્યો હતો