- ઓખા મરિન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવભુમિ દ્વારકાના પ્રતિબંધ ટાપુઓ પર પેટ્રોલિંગ કરાયું
- દરીયામા તમામ ફિસીંગબોટ ચેક કરવાની કામગીરી ચાલુ
- ગેરકાયદેસર મંજૂરી વગર પ્રતિબંધિત ટાપુ ઉપર જવાથી ગુનો દાખલ કરવામા આવશે
દેવભૂમિ દ્વારકાના ઓખામાં ડિમોલેશન બાદ દ્વારકામાં સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લીધા છે. ત્યારે ઓખા મરિન પોલીસ દ્વારા જિલ્લાના કુલ 24 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર માનવ અવરજવર પર પ્રતિબંધ કર્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ત્યારે બેટ દ્વારકા અને અન્ય સાત ટાપુઓ પરથી ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લીધા હતા. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના જણાવ્યા મુજબ, ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલો આ જિલ્લો પાકિસ્તાની જળસીમાની નજીક આવેલો છે. જિલ્લાના કુલ 24 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર માનવ અવરજવર પર પ્રતિબંધ છે.
ત્યારે હાલ તાજેતરમાં કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ, આ વિસ્તારમાં ફરી દબાણો ન થાય અને માછીમારો પ્રતિબંધિત ટાપુઓ પર પ્રવેશ ન કરે તે માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને કોસ્ટગાર્ડ જેવી સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત વધુમાં, સમુદ્રમાં જતી માછીમારી બોટોના તમામ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. પોલીસે માછીમારોને પ્રતિબંધિત ટાપુઓથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.
દ્વારકાના જિલ્લાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ
જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી) ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ (10) ભૈદર ટાપુ (11) ચાંક ટાપુ (12) ધબધબો (દબદબો) ટાપુ (13) દીવડી ટાપુ (14) સામીયાણી ટાપુ (15) નોરૂ ટાપુ (16) માન મરૂડી ટાપુ (17) લેફા મરૂડી ટાપુ (18) લંધા મરૂડી ટાપુ (19) કોઠાનું જંગલ ટાપુ (20) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (21) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.30/01/2025થી તા.30/03/2025 સુધી અમલમાં રહેશે.