વેક્સિન લેવા બાળકને સાથે લઈને જતી મહિલાની રંગોળીને વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ સ્થાન: ગ્રુપ કેટેગરીમાં દેશભક્તિ આધારિત રંગોળીનો પ્રથમ નંબર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોર્પોરેશન દ્વારા દિવાળી પર્વમાં યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વેક્સિનેશનને પ્રોત્સાહિત કરતી અને લોકોમાં દેશભક્તિનો જુવાળ જગાવતી રંગોળીઓને લોકોએ સહર્ષ આવકારી વિજેતા બનાવી છે.
રંગોળી સ્પર્ધાના આયોજનમાં મળેલી અદ્ભૂત સફળતા બદલ સ્પર્ધકો અને રાજકોટવાસીઓનો આભાર વ્યકત કરતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ વિજેતાઓના નામ જાહેર ર્ક્યા છે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં અમી લલીતભાઈ ઉપાધ્યાયની રંગોળી પ્રથમ ક્રમે વિજેતા બની છે.
બીજા ક્રમે તુલસીભાઈ પટેલની રંગોળી, ત્રીજા ક્રમે નિષા અઘેરાની રંગોળી, ચોથા ક્રમે દિવ્યા રમેશચંદ્ર ભુતની રંગોળી જ્યારે પાંચમાં ક્રમે હેમાંક્ષીબા જાડેજાની રંગોળી વિજેતા ઘોષીત કરવામાં આવી છે. ગ્રુપ કેટેગરીમાં ગ્રુપ લીડર હાર્દિક સંચાણીયાની દેશભક્તિ આધારિત રંગોળીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે જ્યારે ટાંક કલ્પીતના ગ્રુપના રંગોળીને બીજો ક્રમ, દર્પણની રંગોળીને ત્રીજો ક્રમ, મેઘદીપ જોષીની રંગોળીને ચોથો અને માયાબેન ચુડાસમા ગ્રુપની રંગોળીને પાંચમો ક્રમાંક આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત વ્યક્તિગત કેટેગરીમાં નિરવ ભીંડે, નિકીતા પટેલ, નિયંતા આંબલીયા, સીપ્તી આરદેસણા, હરેશ સરવૈયા, કૃણાલ ઉપાધ્યાય, શ્રદ્ધા વાઘેલા, લેખીતા મોરવાડીયા, અમુલ કણઝારીયા, નિયતી હીરપરા, વિભા માલવી, નિરવ એમ.ભીંડે, કપુરીયા પ્રિયાંસી, ઉર્વસી કોટડીયા, ચાર્મી મોણપરા, રચના જોષી, અલવીશા મકવાણા, ડો.સરોજ અંટારીયા, દ્રષ્ટિ પટેલ, અમીત બેલારીયા, નિલમ ઝાલાવાડીયા, સ્વાતી મોદી, સેજલ રાઠોડ, હસીના શેખ, ખુશ મહેતા, સ્વીટી ઉનડકટ, મૈત્રી વેકરીયા, જીલ શિંગાળા, નિયતી શાહ, એકતા બુસા, માધવ ભંખેડેડીયા, વેદિકા ત્રિવેદી, ભુમી ભેદા, નિલેષ પરમાર, રાધીકા વડેરા, રીની, નેહલ ભીંડોરા,
જીતેશ પિલોજપરા, રાહુલ તલસાણીયા, માનસી વાઢેર અને ભુમિ નકુમ જ્યારે ગ્રુપ કેટેગરીમાં હિરલ જાદવ, ચીરાગ પરમાર, ફોરમ સોરઠીયા, મનોજ ધમધર, માનસી ચૌહાણ, પાર્થ, નેહા ફફડીયા, શિવમ અગ્રવાલ, વિભુતી ફંટાણીયા, શક્તિસિંહ જાડેજા, કિંજલ સામાણી, શિવાની આડોદરીયા, માનસી સાવલીયા, દિપલ સિધ્ધપુરા, ડો.કમલ દોશી, શેખ તનવી, વિશાલ તરવૈયા, જતીન રાઠોડ, તનવી કોઠારી, નિષાબા જાડેજા, ચાંદની પદવાણી, દિવ્યેશ અઘેરા, મૃગેશ્ર્વર ઝાલા, કિન્નરી ટાંક અને ભવ્ય દેસાઈની રંગોળીને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા છે. આ રંગોળી સ્પર્ધામાં જનતાએ જ જજની ભૂમિકા અદા કરી હતી.