ભારત વિકાસ પરિષદ દ્વારા સમુહગાન સ્પર્ધા
ભારત વિકાસ પરિષદની ૫૨મી ભારતીય રાષ્ટ્રીય સમુહગાન પ્રત્યોગીતાનું અટલબિહારી બાજપાઈ ઓડિટોરીયમ રાજકોટ ખાતે આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રાંત અધ્યક્ષ તેમજ રાજકોટનાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારતનાં વિવિધ રાજયોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના પ્રતિભા અને કૌશલ્યની સારી રજુઆતો કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત વિકાસ પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.સુરેશચંદ્ર ગુપ્તાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સ્તરની પ્રતિયોગીતાની અંતિમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશનાં આઠ ભાગોની ગ્રુપની ટીમોએ ભાગ લીધો હતો. જે પોતાના રાજયોમાં વિજેતા રહ્યા છે. આ પ્રતિયોગીતામાં હિન્દી ગીત, સંસ્કૃત ગીત અને લોકગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિયોગીતાના માધ્યમથી અમે હિન્દી ભાષાને સંસ્કૃત ભાષાને દેશભરમાં આગળ વધારવા માંગીએ છીએ. આ કાર્યક્રમ ભારતની વિવિધતામાં એકતાનો પુરાવો આપે છે.
સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતનાં અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદનો મુખ્ય ગુણ એ છે કે વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કારોનું આરોપણ કરવાનું આ હેતુને ધ્યાનમાં રાખીને આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા ભારતનાં વિવિધ રાજયોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. પોતાના રાજય અને દેશ ભકિતના ગીતો રજુ કરશે. આ દરેક વિદ્યાર્થીઓને રહેવાની-જમવાની સુંદર મજાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત અને રાજકોટની પાંચ બ્રાંચો દ્વારા સુંદર રીતે કરવામાં આવી છે.